સ્વેટર ન પહેરવાની સજા, વિધાર્થીનીને શાળા બહાર ઉભી રખાતા NSUI લાલઘૂમ

- text


હાલ શિયાળો હોય સ્વેટર પહેરવું જરૂર હોવાથી નોટિસ આપી પણ અમે કોઈ સજા કરી જ નથી : સ્કૂલના સંચાલક

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલી ખાનગી સ્કૂલમાં સ્વેટર ન પહેરવા બદલ વિધાર્થીનીને કડકડતી ટાઢમાં બહાર ઉભા રહેવાની સજા આપી હોવાનો મામલો સામે આવતા એન.એસ.યુ.આઈના કાર્યકરો સ્કૂલ ખાતે દોડી જઈને સંચાલકો સાથે રજુઆત કરી હતી. જો કે સ્કૂલના સંચાલકે હાલ શિયાળો હોય સ્વેટર પહેરવું જરૂર હોવાથી નોટિસ આપી પણ અમે કોઈ સજા કરી જ ન હોવાનું પોતાના બચાવમાં જણાવ્યું હતું.

મોરબીના નઝરબાગ રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ નોબેલ કીડ્ઝ સ્કુલમાં ઘોરણ-4માં અભ્યાસ કરતી વિઘાર્થીની ક્રિષ્નાબેન સુરેશભાઈ ટુંડીયાને આજે સ્કુલનું સ્વેટર ન પહેરવા બદલ બહાર ઉભા રહેવાની સજા આપી હતી. આ બનાવની જાણ થતાં એન.એસ.યુ.આઈ ના પ્રદેશ મહામંત્રી કુલદીપસિંહ જાડેજા પ્રદેશ આગેવાન પુષ્પરાજસિંહ જાડેજા ભાવનિક મુછડીયા,રાજ ટુંડિયા સહિતના‌ એન.એસ.યુ.આઈ ના કાર્યકર્તા સાથે વિધાર્થીઓ સાથે સ્કુલ સંચાલકને રજુઆત કરી હતી. તે દરમિયાન સંચાલકો દ્વારા મૌન સેવી લેવામાં આવ્યું હતુ.

- text

આ બનાવ સંદર્ભે સ્કૂલના સંચાલક દીપાબહેને જણાવ્યું હતું કે,આ વિધાર્થીની અગાઉ પણ સ્વેટર પહેરીને આવી ન હતી અને આજે પણ સ્વેટર પહેર્યું ન હતું. હાલ ઠંડી બહુ પડતી હોય નિયમ મુજબ ગરમ વસ્ત્રો પહેરવા જરૂરી હોય એટલે ગરમ વસ્ત્રો પહેરવા માટે કહ્યું હતું અને આ અંગે તેના વાલીને નોટિસ આપી છે. બાકી અમે કોઈ સજા કરી નથી.

- text