પી.જી.પટેલ કોલેજ ખાતે લાયન્સ કલબ નજરબાગ દ્વારા અંગદાન જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : અંગદાન અંગે ભારતની ભાવિ પેઢી એવા યુવાનોમાં જાગૃતિ આવે તેવા ઉદ્દેશ્ય સાથે મોરબીની પી.જી.પટેલ કોલેજ ખાતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

પી.જી.પટેલ કોલેજ મોરબી અને લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના સંયુક્ત ઉપક્રમે પી.જી.પટેલ કોલેજ ખાતે અંગદાન જાગૃતિકાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખાસ રાજકોટની પ્રખ્યાત એવી સ્ટર્લીંગ હોસ્પીટલના ક્રીટીકલ કેર નિષ્ણાંત ડો. સંકલ્પ વણજારા અને દિવ્યમ હોસ્પીટલના કીડની નિષ્ણાંત અને બી.ટી. સવાણી કીડની હોસ્પીટલમાં માનદ સેવા આપતા ડો. દિવ્યેશ વિરોજા ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં અંગદાન અંગે જન-જાગૃતિ આવે અને વિધાર્થીઓ અંગદાનનું મહત્વ સમજી શકે તેમજ અન્યો ને પણ જાગૃત કરી શકે તે માટે ઉપરોક્ત બંને નિષ્ણાંતો દ્વારા ખાસ સેશન લેવામાં આવ્યું હતુ. અંગદાન કઈ રીતે થઇ શકે, એક વ્યક્તિનું અંગદાન કેટલા લોકોને નવજીવન આપી શકે, તે અંગેની તબીબી બાબતો ની સચોટ અને રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લાયન્સ કલબના PDG ચંદ્રકાંત દફતરી, VDG રમેશ રૂપાલા, પ્રમુખ રાજેશ સરડવા, તુષાર દફતરી તેમજ લાયન્સ કલબના ઘણા હોદેદારો અને પી.જી.પટેલ કોલેજના આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યકમ દરમિયાન પ્રોજેક્ટ ચેરમેન અને મોરબીના ENT સર્જન ડો. પ્રેયસ પંડ્યાએ વિશેષ માર્ગદર્શન પૂરું પડ્યું હતું.કાર્યક્રમના અંતે તમામ લોકો એ અંગદાન અંગે જાગૃતિ ફેલાવા અને અંગદાન ની મુહિમ માં સક્રિય ભૂમિકા ભજવવાનો સંકલ્પ લીધો હતો.

- text

- text