હળવદના ચરાડવા ગામે ગાડલિયા વસાહતનું ભૂમિપૂજન

- text


ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને એનજીઓ દ્વારા આયોજન, 21 પરિવારને આશરો મળશે

હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે નિયોજન નગર ગાડલિયા વસાહતનું ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને (vsmm) સંસ્થાના ફાઉન્ડર મિતલબેન પટેલના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેકટ અંતર્ગત 21 પરિવારોને કાયમી આશ્રયસ્થાન મળશે.

હળવદ તાલુકાના ચરાડવા ગામે વિચરતી જાતિના 21જેટલા ગાડલિયા પરિવારોને ગુજરાત સરકાર તેમજ વિચરતા સમુદાય સમર્થન મંચના સહિયારા સહયોગથી એક નવું નિયોજન નગર હળવદ તાલુકાના ચરાડવા ગામે બનાવવા માટેનો ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હળવદ ધાંગધ્રા ના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને વિચરતા સમુદાય સમર્થન મંચના ફાઉન્ડર મિતલબેન પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આર્વ્યુ હતું. યોજાયો હતો.

- text

અત્યાર સુધીમાં સમુદાય સમર્થન મંચ સંસ્થા 1500 જેટલા ઘર બાંધી ચૂકી છે અને આ વર્ષમાં 500 ઘર બાંધવાનું સંકલ્પ છે આ સાથે ચરાડવા ગામમાંથી દેવીપુજક સમાજ તેમજ ચુવાળીયા કોળી સમાજના લોકોએ પ્લોટ ફાળવવા બાબતે મિતલબેન પટેલને રજૂઆત કરી હતી. અને ચરાડવા ગામની જનતાએ આવી સેવા પ્રવૃત્તિ કરનાર મિતલબેન પટેલ, કનુભાઈ બજાણીયા, અને છાયાબેન પટેલ તેમની સમગ્ર ટીમનો આભાર માન્યો હતો આ સાથે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન પ્રવીણભાઈ સોનગરા, મુન્નાભાઈ સાનિયા, રતિલાલભાઈ પરમાર, વિજયભાઈ પટેલ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.આ સમગ્ર વસાહતના ડોક્યુમેન્ટથી માંડી આજના કાર્યક્રમ સુધી કામગીરીમા કનુભાઈ બજાણીયાએ જહેમત ઉઠાવી હતી

 

- text