હળવદ નજીક બે વ્યક્તિનો ભોગ લેનાર ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ

- text


કોલસા ભરેલું ટ્રેલર રીક્ષા ઉપર પલ્ટી જતા રીક્ષા ચાલક તેમજ મહિલા મુસાફરનું મૃત્યુ

હળવદ : માળીયા – હળવદ હાઇવે ઉપર સુસવાવ ગામના પાટીયા નજીક કોલસા ભરેલ ટ્રક ટ્રેલર રીક્ષા ઉપર પલ્ટી મારી જતા રીક્ષા ચાલક સહીત બે વ્યક્તિના મૃત્યુ નિપજવા મામલે હળવદ પોલીસે અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રક ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

અકસ્માતના બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા – હળવદ હાઇવે ઉપર સુસવાવ ગામના પાટીયા નજીક કોલસા ભરેલ ટ્રક ટ્રેલર નંબર GJ-12-BZ-7929 પલ્ટીને ઓટો રીક્ષા ઉપર ખાબકતા રીક્ષા ચાલક મુકેશભાઇ વિરજીભાઇ સોલંકી, રહે. ચકમપર તા.જી.મોરબી તથા રીક્ષામાં બેસેલ પેસેન્જર ક્રિષ્નાબેન મહાદેવભાઇ મેઇતી,રહે. દિગેન મોંડલ, બમન ગચ્છી, જીલ્લો. ઉતર ચોવીસ પરગણા (પશ્ચિમ બંગાળ)નું મૃત્યુ નીપજ્યું હતું.

- text

ગંભીર અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ટ્રેલર ચાલક નાસી છુટતા અકસ્માતની આ ઘટના અંગે મૃતક રીક્ષા ચાલકના પત્ની મધુબેન મુકેશભાઇ સોલંકીએ ટ્રેલર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text