હળવદના દૂધીબેને ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા સાત શખ્સોનો હુમલો

- text


પતંગ લૂંટતા શખ્સને ગાળો દેવાની ના પાડનાર મહિલા સહીત ત્રણને ઈજાઓ પહોંચી

હળવદ : હળવદ તાલુકાના કવાડીયા ગામે મકરસંક્રાંતિની સાંજે પતંગ લૂંટતા ઈસમને ગાળો આપવાની ના પાડનાર દૂધીબેન નામના મહિલા અને તેમના કુટુંબના સભ્યો ઉપર આજ ગામના સાત શખ્સોએ હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા મહિલા તથા તેમના પુત્રને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવા પડ્યા છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કવાડીયા ગામે રહેતા દુધીબેન હનુભાઇ શિહોરાની શેરીમાં પતંગ લૂંટી રહેલા વિનુભાઈ દેવીપૂજક નામના ઈસમને વિશાલ અરજણભાઇ ચારોલા નામનો શખ્સ ગાળો આપતો હોય દૂધીબેને વિશાલને તેમના ઘર પાસે ગાળો નહીં આપવા કહેતા ઉશ્કેરાયેલા વિશાલ અરજણભાઇ ચારોલાએ છુટા પથ્થરના ઘા ઝીકી દૂધીબેનને ઈજાઓ પહોંચાડી હતી અને બાદમાં આ ઝઘડામાં વચ્ચે પડેલા દૂધીબેનના પુત્ર, સસરા, ભાભી સહિતના સાહેદોને પણ આરોપી અમીત અરજણભાઇ ચારોલા, અરજણભાઇ શંકરભાઇ ચારોલા, અજીતભાઇ ઘનશ્યામભાઇ કોળી, નિલેશભાઇ મશરૂભાઇ કોળી, અશ્વિનભાઇ તીકુભાઇ કોળી અને રમેશભાઇ રણછોડભાઇ કોળી રહે. બધા કવાડીયાઓએ પાઇપ તેમજ હથીયારથી મારી શરીરે મુઢ ઇજાઓ પહોંચાડી હતી.

- text

આ બનાવમાં દુધીબેન હનુભાઇ શિહોરા અને તેમના પુત્ર કિશનભાઇને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ હળવદ બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે હાલમાં હળવદ પોલીસે દૂધીબેનની ફરિયાદને આધારે સાતેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

- text