મોરબી ત્રાજપર ચોકડી નજીકથી 80 હજારના બે બાઈક ચોરાયા

- text


મોરબી : મોરબીમાં વાહનચોર ગેંગ સક્રિય બની હોય તેમ રોજે-રોજ બાઈક ચોરીના બનાવ બની રહ્યા છે ત્યારે મોરબીની ત્રાજપર ચોકડી નજીકથી રૂપિયા 80 હજારની કિંમતના બે બાઈકની ચોરી થતા બે અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે.

પ્રથમ કિસ્સામાં મોરબીના ક્રાંતિજ્યોત વિસ્તારમાં રહેતા અશ્વીનભાઇ મગનભાઇ પાડલીયાનું રૂપિયા 50 હજારની કિંમતનું પલ્સર બાઈક ત્રાજપર ચોકડી પાસે આવેલ પટેલ ઓટો ગેરેજની બાજુમાથી અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી જતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

જ્યારે બીજા કિસ્સામાં લક્ષ્મીનારાયણ સોસાયટીમા રહેતા હાર્દીકભાઇ ધીરજલાલ મકવાણાનું રૂપિયા 30 હજારની કિંમતનું સ્પ્લેન્ડર પલ્સ મોટર સાયકલ ત્રાજપર ચોકડી પાસે આવેલ ડાયમંડ એંજીનીયરીંગ નામના ગોડાઉનની બાજુમાથી કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text