બાળકોમાં ખુશી વહેંચી ઉતરાયણ પર્વની ઉજવણી કરતી હળવદ પોલીસ

- text


હળવદ : હળવદ પોલીસ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારના બાળકોને નમકીનના પેકેટનું વિતરણ કરી ઉતરાયણ પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી.

હળવદ પોલીસ મથકમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા એમ.વી પટેલ દ્વારા દરેક તહેવાર પર શહેરમાં જુદા જુદા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારના બાળકોને કાંઈક આપીને ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આજે ઉત્તરાયણ પર્વને લઈ હળવદ પોલીસ દ્વારા ગૌશાળામાં ગૌ માતાને ઘાસચારો નાખવાની સાથે સાથે શ્રમિક પરિવારના બાળકોને નમકીનના જુદા જુદા પેકેટનું વિતરણ કરી બાળકોમાં ખુશી વહેંચી ઉતરાણ પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

- text

- text