કવાડિયામાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં ચાર ઇજાગ્રસ્ત

- text


બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ : બેને સુરેન્દ્રનગર જ્યારે એક ને મોરબી રીફર કરાયા

હળવદ : હળવદ તાલુકાના કવાડિયા ગામે આજે મોડી સાંજે સામાન્ય બોલાચાલીમાં મારામારી થતા મહિલા સહિત ત્રણ પુરુષ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હળદર સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા જોકે બેને સુરેન્દ્રનગર અને એકને મોરબી રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

હળવદ તાલુકાના કાવાડિયા ગામે આજે મોડી સાંજે સામાન્ય બાબતે થયેલી બોલાચાલી છેક મારામારી સુધી પહોંચી ગઈ હતી જેમાં હરેશભાઈ મનસુખભાઈ સિહોરા,કિશનભાઇ હનુભાઈ સિહોરા,દુધીબેન હનુભાઈ સિહોરા અને વિશાલભાઈ અરજણભાઈ ચારોલા ઇજાગ્રસ્ત થતા હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ આવવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે દુધીબેન અને કિશનભાઇને સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા છે. જ્યારે વિશાલભાઈને મોરબી રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text

- text