હળવદમાં ઉતરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી 

- text


દિવસ આખો લાઈટ ન રહેતા પતંગ રશિયાના ડીજે ન વાગ્યા : હળવદમાં વહેલી સવારથી જ આકાશ રંબેરંગી પતંગોથી છવાયુ

હળવદ : આજે ઉત્તરાયણ પર્વને લઈ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ દાન-પુણ્યની સાથે સાથે રંબેરંગી પતંગો સાથે દિવસ આખો મકરસંક્રાંતિની મજા માણી હતી. જોકે આજે દિવસ આખો વીજળી ગુલ રહેતા પતંગ રશિયાઓના ડીજે વાગ્યા ન હતા.

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર માં રહેલી સવારથી પતંગ રસીયાઓ દોરી પતંગ ની સાથે સાથે ચીકી,મમરાના લાડુ, બોર, શેરડી સહિતની ખાણીપીણી સાથે અગાસી પર ગોઠવાઈ ગયા હતા અને દિવસ આખો પેચ લડાવવાની સાથે સાથે કીચીયાટા કરી નિર્દોષ આનંદ માણ્યો હતો. જોકે આ આનંદમાં થોડુ પીજીવીસીએલ વિઘ્ન બન્યું હતું સવારથી જ લાઈટ ગુલ રહી હતી.જેના કારણે ગઈકાલે સાંજે અગાસી પર ડીજે ગોઠવી દીધા હોય પરંતુ આજે વાગ્યા ના હતા તો બીજી તરફ ઘણા પતંગ રસિયાઓ બેટરીઓ લાવીને પણ ડીજેની અગાસી પર મોજ માણી હતી.

- text

બોક્ષ
હળવદમા ધારદાર દોરી વાગવાથી ચાર ઈજાગ્રસ્ત

હળવદમાં પતંગ ચગાવવાની ધારદાર દોરીના કારણે ચાર લોકો ઇજાગ્રસ્ત બન્યા હોવાના બનાવો સામે આવ્યા છે. જેમાં હળવદ શહેરની શ્રીજી હોસ્પિટલમાં રામજીભાઈ ભરતભાઈ શીપરા રહે રાણેપર,આરતીબેન રામજીભાઈ શિપરા રહે રાણેકપર, ઈમરાનભાઈ રહેમાનભાઈ મોવર રહે.માળીયા સહિત અન્ય એક યુવાનને સારવાર આપવામાં આવી હતી.

- text