ટંકારાના હડમતીયા ગામે ગાયોને ઘાસચારો, શ્વાનને લાડવા અને પક્ષીઓને ચણ નાખી ઉત્તરાયણની ઉજવણી

- text


ટંકારા: હડમતિયા ગામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મકરસંક્રાંતિના દિવસે પશુઓ, પંખીઓ તેમજ શ્વાનોને ભાવતા ભોજન કરાવીને ઉત્તરાયણની સેવામય ઉજવણી કરવામાં આવી હતી.

ગઈકાલે તારીખ 14 જાન્યુઆરી ને શનિવારના રોજ મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ગાયોને ઘાસચારો, શ્વાનને લાડવા અને પક્ષીઓને ચણ નાખવામાં આવી હતી. આ સેવાકાર્ય માટે ગામમાં ભંડોળ એકઠું કરી ધર્મપ્રેમી યુવાનોએ દાન કર્યું હતું. આ માટે ગામના ચેતનભાઈ ખાખરીયા, હર્ષદભાઈ ખાખરીયા, સોમાભાઈ ઝીંઝુવાડીયા, વિજયભાઈ સિતાપરા, મહેશભાઈ રાજપુત, અલ્પેશ ખાખરીયા સહિતના યુવાનોએ ભારે જહેમત ઊઠાવી હતી.

- text

- text