હળવદમા મધ્યરાત્રીએ ફર્નિચરના શોરૂમમાં ભીષણ આગ : લાખો રૂપિયાનું નુકશાન

- text


મોરબી, સુરેન્દ્રનગર અને ધાંગધ્રાની ફાયર બ્રિગેડની ટીમોએ કલાકો બાદ આગ પર કાબુ મેળવ્યો

હળવદ : હળવદ શહેરની વચ્ચોવચ સરા નાકા પાસેની રોયલ ફર્નિચર નામના શોરૂમમાં મધ્યરાત્રીએ ભીષણ આગ લાગતા હળવદ ફાયર બ્રિગેડ ટૂંકું પડ્યું હતું અને મોરબી તેમજ ધ્રાંગધ્રાની ફાયર ટીમની મદદથી કલાકો બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગની આ ઘટનામાં લાખો રૂપિયાની નુક્શાનીનો અંદાજ સેવાઇ રહ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ સરા નાકા નજીક આવેલ રોયલ ફર્નિચર નામના શોરૂમમાં ગઈકાલે મધ્યરાત્રીએ અચાનક આગ લાગતા પળવારમાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા હળવદ ફાયર બ્રિગેડે ગંભીર સ્થિતિ જોતા અગ કાબુમાં લેવા મોરબી સુરેન્દ્રનગર અને ધાંગધ્રાથી ફાયર બ્રિગેડની ટીમોને બોલાવવામાં આવી હતી અને કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ભીષણ આગમાં લાખો રૂપિયાનું ફર્નીચર બળીને ખાક થઇ ગયું હોવાનું જાણવા મળે છે.

- text

- text