ટંકારામા મહાશિવરાત્રિએ દયાનંદ સરસ્વતીના જન્મ સ્થાને બોધોત્સવ પર્વ ઉજવાશે

- text


ટંકારા: મહાશિવરાત્રીના દિવસે વર્ષોથી ટંકારામાં બોધોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત 16 ફેબુઆરીથી 18 ફેબ્રુઆરી સુધી ત્રિદિવસીય બોધોત્સવ ઉજવાશે. જેમાં દેશભરના જુદા જુદા રાજયોમાંથી આર્યસમાજી પધારશે. મુખ્ય અતિથિ તરીકે રાજયના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પધારશે. 12 ફેબ્રુઆરીથી યજુર્વેદ પારાયણ યજ્ઞ શરૂ થશે.

દર વર્ષે મહાશિવરાત્રિ દરમિયાન ત્રિદિવસીય ઉજવણી ગુરૂકુલ અને આર્ય સમાજ સંસ્થા દ્વારા કરાય છે. અને દેશભરના જુદા જુદા પ્રાંતમાંથી આર્યસમાજીઓ ઉમટી પડે છે અને મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિમાં પધારી ચારધામ ની યાત્રા જેટલુ પૂણ્યતિથી કમાયાની લાગણી અનુભવે છે. જે અંતર્ગત આગામી 16 ફેબ્રુઆરી થી 18 ફેબ્રુઆરી સુધી ઋષિ બોધોત્સવ ઉજવાશે. મહાશિવરાત્રિના દિને વૈદિકધર્મના પ્રચારકો દ્વારા ૠષિ બોધોત્સવ માટે અંદાજે દેશભરમાંથી જુદા જુદા રાજયોમાંથી હજારો જેટલા આર્યસમાજીઓ ટંકારા ખાતે પધારશે. શિવરાત્રીના દિવસે સવારે ઓમ ધ્વજનું ધ્વજારોહણ કરવામાં આવશે. બાદમાં શહેરના રાજમાર્ગો ઉપર ભવ્ય શોભાયાત્રા રૂપી સરઘસ નિકળશે. સરઘસમાં વૈદિકધર્મનો પ્રચાર, આર્ય સમાજ સંસ્થાની પ્રવૃતિની સમજ આપતા બેનર અને સુત્રોચ્ચાર આર્યસમાજીઓ દ્વારા કરાશે. સરઘસનું શહેરભરમાં ભવ્ય સ્વાગત પણ થશે. બપોરના સમયે દયાનંદની શ્રધ્ધાંજલિ સભા યોજાશે. સમગ્ર કાર્યક્રમના આયોજન માટે ટ્રસ્ટના આચાર્ય રામદેવ શાસ્ત્રી અને ત્રણહાટડી આર્યસમાજના દેવજી પડસુંબિયા સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે.

- text

આગામી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને સંભવિત રીતે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહશે. તો બોધોત્સવના અધ્યક્ષ તરીકે સુરેશચંનદ્ર આર્ય (સાર્વદેશિક આર્ય સભાના પ્રધાન) અતિથિ વિશેષ રાજીવ ગુલાટી (મહાશય ચેરીટેબલ ધર્માથ ટ્રસ્ટના ચેરમેન) તથા અજય સુરી (ડિ.એ.વી કોલેજ પ્રબંધન સમિતિના મહામંત્રી) ઉપરાંત આમંત્રિત મહેમાનોમાં સુરેશ કુમાર શર્મા, સ્વામી શાંન્તાનંદ, સ્વામી સચ્ચિદાનંદ સરસ્વતી, સ્વામી આર્યસાનંદ, આચાર્ય વિશ્ર્ણુ મિત્ર વેદાર્થી, સુરેશ શાસ્ત્રી, રાજકોટ સાંસદ મોહન કુંડારીયા, વલ્લભ કથિરીયા, દુર્લભજી દેથરીયા ધારાસભ્ય ટંકારા, કાંતિલાલ અમૃતિયા ધારાસભ્ય મોરબી સહિતનાં અનેક નામાંકિત મહેમાનો હાજર રહશે.

ટ્રસ્ટના કાર્યકારી પ્રમુખ યોગેશ મુંજાલ, કોષાધ્યક્ષ સુનિલ માનકટાલા અને મંત્રી અજય સહગલ ટંકારા વાલાએ પરીવાર એવમ મિત્ર સંબંધી સાથે ઋષિની પાવન ભૂમિ પર પધારવા આમંત્રણ પાઠવ્યું છે.

- text