મોરબીના ગાંધીચોકમાં ચકલા પોપટનો જુગાર રમતા ચાર ઝડપાયા

- text


મોરબી : મોરબી શહેરના ગાંધીચોક વિસ્તારમાં જાહેરમાં ચકલા પોપટનો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી ચાર ઇસમોને રોકડા રૂપિયા 3200 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ગાંધીચોકમાં જાહેરમાં ચકલા પોપટનો જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા જાહેરમાં જુદા જુદા ચિત્રો ઉપર પૈસાની હારજીતનો જુગાર રમી રહેલા મોસીનભાઈ રહીમભાઈ દલ, હુસેનભાઈ જુમાભાઈ કાણીયા, દલાભાઈ રામાભાઈ મારવાડી અને સાગરભાઈ રજનીકાંતભાઈ સુખડીયા નામના આરોપીઓ રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે આરોપીઓના કબ્જામાંથી રોકડા રૂપિયા 3200 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text