મોરબીના ટીંબડી ગામના પાટિયા નજીક તમંચા સાથે યુવાન ઝડપાયો

- text


એસઓજી ટીમે માળીયા વનાળિયા સોસાયટીના યુવાનને પકડી પાડ્યો

મોરબી : મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ ટીમ દ્વારા ટીંબડી ગામના પાટિયા પાસેથી માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતા યુવાનને દેશી બનાવટના તમંચા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમ દ્વારા મોરબી માળીયા હાઇવે ઉપર ટીંબડી ગામના પાટીયા પાસેથી બાતમીને આધારે દિલીપભાઇ ઉર્ફે ટકો કાનજીભાઇ ઉભડીયા, રહે.માળીયા વનાળીયા શેરી નંબર -4 મોરબી વાળાને લાયસન્સ કે આધાર વગર, દેશી બનાવટનો તમંચો નંગ-1 કિંમત રૂપિયા 5000 સાથે જાહરેમા નિકળતા ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો.

- text

- text