હળવદની શાળા નંબર-8 અન્યત્ર વિશાળ જગ્યામાં બનાવવા માંગ

- text


હાલ શાળા ટૂંકી જગ્યામાં હોવાથી ત્યાં નવી શાળા બનાવવાથી બાળકોને તકલીફ પડે એમ હોય આ શાળાની બીજી વિશાળ જગ્યામાં બનાવવાની માંગ સાથે જિલ્લા પંચાયતના પ્રમુખને રજુઆત

હળવદ : હળવદની શાળા નબર 8 જર્જરિત હોવાથી નવી બિલ્ડીંગ બનાવવા માટે આ શાળાને હવે તોડી પાડવામાં આવી હોય જો ત્યાં જ શાળા બને તો તે જગ્યા ટૂંકી હોય બાળકોને અનેક પ્રકારની તકલીફ થાય છે. શહેરમાં બીજી વિશાળ જગ્યા હોય ત્યાં આ શાળા નવજ બનાવવામાં આવે તો બાળકોને રમત ગમતનું મેદાન તથા પ્રાથમિક સુવિધા મળી શકે એમ હોય આ દિશામાં કાર્યવાહી કરવા જિલ્લા પંચાયતના પ્રમુખને રજુઆત કરવામાં આવી છે.

- text

હળવદના બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ સંદીપભાઈ વાળાએ જિલ્લા પંચાયતના પ્રમુખને રજુઆત કરી છે કે, હળવદ શહેરના વોર્ડ નંબર-7માં પંચમુખી ઢોરા વિસ્તારમાં આવેલી 8 નંબરની પ્રાથમિક શાળા અગાઉ જર્જરિત થઈ જતા નવી શાળા બનાવવા માટે મંજૂરી આપતા હાલ આ શાળાને તોડી પાડવામાં આવી છે. હાલ આ આ શાળા જ્યાં પંચમુખી ઢોરા વિસ્તારમાં હતી ત્યાં જગ્યા બહુ ટૂંકી છે. વર્ષો અગાઉ આ ટૂંકી જગ્યામાં શાળા ચાલતી હતી. ત્યાં શાળામાં રમત ગમતનું મેદાન સહિતની પ્રાથમિક સુવિધા પણ ટૂંકી હતી. એટલે જો આ નવી શાળા અહીંયા જ બને તો બાળકોને ટૂંકી જગ્યામાં ફરી બાળકોને રમત ગમતનું મેદાન ટૂંકું અને પ્રાથમિક સુવિધાઓ પણ ઓછી મળે એમ છે. આથી આ શાળાને વોર્ડ-7માં સુનિલનગર વિસ્તારમાં કે અન્ય વિશાળ જગ્યામાં બનાવવામાં આવે તો બાળકોને વિશાળ રમત ગમતનું મેદાન સહીતની સુવિધાઓ મળી શકે એમ છે. આથી આ શાળાને વિશાળ અન્ય સરકારી ખરાબાની જગ્યામાં ખસેડવાની તેઓએ માંગ ઉઠાવી છે.

- text