જીવતો વીજ વાયર કાળ બનીને ત્રાટકતા 21 ગાય -ભેંસના મોત

- text


હળવદ તાલુકાના છેવાડાના ચુપણી ગામની સીમમાં આજે મંગળવારની વહેલી સવારે બનેલો બનાવ : બે માલધારી પરિવાર ઉપર આફત ઉતરી 

હળવદ : હળવદ તાલુકાના સીમાડે આવેલ ચુપણી ગામની સીમમાં મૂળીના રામપરા નજીક ગાયો -ભેંસો ચરાવવા ગયેલા બે માલધારીઓની ગાય – ભેંસ ઉપર જીવતો વીજ વાયર કાળ બનીને ત્રાટકતા 21 ગાય અને ભેંસના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજતા બન્ને માલધારી પરિવાર ઉપર અણધારી આફત ઉતરી આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના છેવાડે આવેલા ચુપણી ગામના વશરામભાઇ ભવાનભાઈ ભરવાડ અને મુન્નાભાઈ કલાભાઇ ભરવાડ આજે પોતાના નિત્યકર્મ મુજબ ગાયો – ભેંસોને ચરાવવા માટે સીમ વિસ્તારમાં નીકળ્યા હતા ત્યારે મુળી તાલુકાના રામપરા નજીક સીમમાં અચાનક જ ઇલેવન કીલો વોટ વીજભાર વહન કરતી વીજલાઇનનો જીવતો તાર તૂટીને ગાય અને ભેંસ ઉપર પડતા કુલ મળીને 21 નિર્દોષ પશુઓનો ભોગ લેવાયો હતો.

- text

વધુમાં ચુપણી ગામના માલધારી પરિવારની રોજીરોટી ઉપર આચાનક કાળ રૂપી વીજ વાયર ખાબકતા વસરામભાઈ ભવાનભાઈ ભરવાડની 11 ભેંસ અને પાંચ ગાય મૃત્યુ પામી હતી જયારે મુન્નાભાઈ કલાભાઈ ભરવાડની પાંચ ભેંસ પણ જીવતો વીજ વાયર પડતા ભડથું થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે બન્ને માલધારી પરિવાર ઉપર આફત ઉતરી આવી છે.

- text