માળિયાના સરવડમાં સાત મકાનને નિશાન બનાવનાર તસ્કર બેલડી ઝડપાઇ

- text


 

એલસીબીએ ગણતરીના દિવસોમાં ગુનાનો ભેદ ઉકેલ્યો, રૂ.૧.૪૭ લાખનો મુદ્દામાલ રિકવર

મોરબી : માળીયા તાલુકાના સરવડ ગામે સાત મકાનના તાળા તોડી રૂ.૧.૪૭ લાખની માલમતાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી એલસીબીએ બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ ઉપરાંત તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત અનુસાર ગત તા.૨૮/૧૨/૨૦૨૨ ના રાત્રીના સમયે સરવડ ગામે સાત જેટલા બંધ મકાનના તાળા તોડી ઘરમાં રાખેલ રોકડા રૂપીયા તથા સોના ચાંદીના દાગીના કિ.રૂ. ૧,૬૫,૮૦૦/-ની માલમત્તાની કોઇ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી લઇ ગયેલ હોય જે અંગે માળીયા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. ગુનો વણશોધાયેલ હોય જેથી તાત્કાલીક એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી બનાવ સ્થળનુ નિરીક્ષણ કરી ચોરી કરનાર ઇસમો તથા મુદામાલ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા.

આ દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ માધ્યમ મારફતે મળેલ હકિકત આધારે અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ ધીરૂભાઇ કેશાભાઇ વાજેલીયા રહે. ચૂંપણી તા. હળવદ જિ. મોરબી વાળા તથા તેના સાગરીતોએ આ ગુનાને અંજામ આપેલ હોવાની ચોકકસ હકીકત આધારે મોરબી માળીયા ફાટક પાસે વોચ ગોઠવી ધીરૂભાઇ કેશાભાઇ ચકાભાઇ વાજેલીયા ઉ.વ. ૫૨ ધંધો મજુરી/ ખેતીકામ રહે.ચૂપણી ૬૬ કેવી. જી.ઇ.બી. સબ સ્ટેશન પાસે તા. હળવદ અને સાજનભાઇ વિરજીભાઇ રવાભાઇ ચાડમીયા ઉ.વ. ૨૧ ધંધો મજુરી રહે.લતીપરરોડ, ડાયર્વજન પાસે, ધ્રોલવાળાને પીળી ધાતુની કાનમાં પહેરવાની પટ્ટી ડિઝાઇન વાળી બુટ્ટી જોડી-૧ નંગ-૨ કી.રૂ. ૬૫૦૦/-, પીળી ધાતુના નાકમાં પહેરવાના દાણા નંગ-૨ કિ.રૂ. ૧૦૦૦/-, પીળી ધાતુનો ચેઇન-૧ કી.રૂ. ૩૮,૩૦૦/-, પીળી ધાતુની વીંટીઓ નંગ-૨ કી.રૂ.૩૩,૦૦૦/-, સફેદ ધાતુના સીક્કા નંગ-૨૦ કી.રૂ.૬૦૦૦/-, રોકડા રૂપીયા ૭૦,૬૦૦/- મળી કુલ રૂ. ૧,૬૫,૮૫૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.

- text

આ કામના આરોપીઓ રાત્રીના સમયે ગ્રામ્ય વિસ્તારમાં જઇ બંધ મકાનના તાળા નકૂચા તોડી ઘરમાં પ્રવેશ કરી રોકડ રકમ, સોના-ચાંદીના દાગીનાની ચીજ વસ્તુની ચોરી કરવાની ટેવવાળા છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ છે. આ કામે પકડાયેલ આરોપી ધીરૂભાઇ કેશાભાઇ ચકાભાઇ વાજેલીયા સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, ખાતે ઘરફોડ ચોરી તથા દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલ છે.

આ કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ કે.જે.ચૌહાણ, PSI એન.એચ. ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં.

- text