મોરબીમાં મહેન્દ્રસિંહજી હોસ્પિટલ સામે ઉભરાતી ગટરથી સ્થાનિકો પરેશાન

- text


પાલિકાને અનેક રજુઆત કરવા છતાં પગલાં ન લેવાતા સ્થનિકોમાં રોષ

મોરબી : મોરબીના સામાકાંઠે મહેન્દ્રસિંહજી હોસ્પિટલ સામે ઉભરાતી ગટરથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. ઉભરાતી ગટરની ગંદકીથી લોકોનું આરોગ્ય જોખમમાં મુકાય ગયું છે.પાલિકાને અનેક રજુઆત કરવા છતાં પગલાં ન લેવાતા સ્થનિકોમાં રોષ વ્યાપી ગયો છે.

- text

મોરબીના સામાકાંઠાના જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે, વોરાબાગ શોપિંગ સેન્ટર, મહેન્દ્રસિંહજી હોસ્પિટલ સામે ઉભરાતી ગટરના કારણે લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. આ બાબતે નગરપાલિકામાં લખાવેલ ફરિયાદનું હજી સુધી કોઈ ધ્યાન આપતું નથી. નગરપાલિકાના ધક્કા ખાઈએ તો એવું જણાવે છે કે, આવી જશે પરંતુ કોઈ સફાઈ કર્મચારી ધ્યાન આપતું નથી અને ઉભરાતી ગટરના કારણે દુકાનદારોને હાલાકી ભોગવવી પડે છે.આવા સમયમાં જ્યાં કોરોનાની બીક છે એવા સમયમાં પણ નગરપાલિકાના કર્મચારી સાફ સફાઈમાં ધ્યાન આપતા નથી. આ મેસેજ વતી એક નાગરિક તેઓએ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું ધ્યાન દોરી નાગરિકો નગર પાલિકાએ જાય છે તો એને સંતોષ પૂર્વક જવાબ મળતો નથી અને. ધક્કા ખવડાવે છે. તેથી આ બાબતે યોગ્ય પગલાં ભરવાની માંગ ઉઠાવી છે.

- text