મોરબી જિલ્લામા ઉતરાયણે પક્ષીઓને બચાવવા 1962ની ટીમ સતત ખડેપગે રહેશે

- text


ઘાયલ પક્ષીઓની સારવાર માટે નહેરુ ગેઇટ ચોકમાં ખાસ કેમ્પનું આયોજન

મોરબી : ઉતરાયણ નજીક આવતા પક્ષીઓને બચાવવા વિવિધ સંસ્થાઓ આગળ આવી છે. ત્યારે મોરબી જિલ્લામા ઉતરાયણે પક્ષીઓને બચાવવા 1962ની કરુણા હેલ્પલાઇનની ટીમ સતત ખડેપગે રહેશે.ઘાયલ પક્ષીઓની સારવાર માટે નહેરુ ગેઇટ ચોકમાં ખાસ કેમ્પનું આયોજન કરાયું છે.

- text

ગુજરાત સરકાર દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ 10 થી 20 જાન્યુઆરીમા પતંગથી ઘાયેલ થયેલ પક્ષીઓનો જીવ બચવા માટે કરૂણા અભિયાન ચાલે છે આ વર્ષે મોરબી ખાતે 1962ની ટીમ દ્વારા દર વર્ષની જેમ પક્ષીઓ બચાવમાં માટે કામે લાગવાની છે જેમાં ઈએમઆરઆઇ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા મોરબી શહેર ખાતે નગર દરવાજે એક કેમ્પ રાખેલ છે. જયા ઘાયલ થયેલ પક્ષીઓની સારવાર કરાવી શકશે અને સાથોસાથ તમને કોઇ ઘાયલ પક્ષી મળે તો 1962 ટોલ ફ્રી ડાયલ તરત જાણ કારી શકશે જેમાં 3 વેટરનરી ડોક્ટર સાથે 1962 ની ટીમ સતત કાર્યરત રહેશે. 1962 નું આ કાર્ય પશુપાલન ખાતુ મોરબી તેમજ વનવિભાગ દ્વારા સંયુક્ત ઉપક્રમે આ કામગીરી ચાલવાની છે.

- text