મોરબી: બગથળાની વિનય વિદ્યામંદિર સ્કૂલ ખાતે મોડ્યુલ પ્રદર્શન યોજાયું

- text


મોરબી: બગથળાની વિનય વિદ્યામંદિર સ્કૂલ ખાતે સંચાલકો કલ્પેશ જે. બરાસરા, વિજયભાઈ પડસુંબીયા, શામજીભાઈ વડાવિયા તેમજ તમામ શિક્ષકો દ્વારા બાળકોના ઉત્સાહ તેમજ તેઓને પ્રયોગ દ્વારા શિક્ષણ મળી રહે તે હેતુ સાથે મોડ્યુલ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મોડ્યુલ પ્રદર્શનમાં શાળાના પ્લે હાઉસ, એલકેજી, એચકેજી તેમજ ધોરણ 1 થી 8ના બાળકોએ પોતાની આવડત દ્વારા જાતે મોડ્યુલ બનાવી આ મોડ્યુલ પ્રદર્શન કાર્યક્રમમાં દર્શાવ્યા હતા અને આ પ્રદર્શન ગ્રામજનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જેમાં ગામની અન્ય શાળાઓ કુમાર શાળા, કન્યા શાળા તેમજ હાઈસ્કૂલના તમામ વિદ્યાર્થીઓએ પ્રદર્શનને નિહાળ્યું હતું.

- text

- text