પ્રમુખ સ્વામી મહારાજનગરમાં BAPS યુકે-યુરોપ દિનની ઉજવણી

- text


 

અનેકવિધ સંવાદો, વિડિયો, નૃત્યો  દ્વારા પ્રમુખસ્વામી મહારાજના યુકે-યુરોપ ખાતેના વિચરણ, મંદિર નિર્માણ, હરિભક્તો અને સ્વયંસેવકોના સેવા-સમર્પણ-જીવન પરિવર્તનની ગાથા પ્રસ્તુત કરાઈ

મોરબી :પ્રમુખ સ્વામી મહારાજનગરમાં આજે BAPS યુકે-યુરોપ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સાંજે ૫ વાગ્યે ધૂન-પ્રાર્થના સાથે સંધ્યા સભાનો પ્રારંભ થયો. અનેકવિધ સંવાદો, વિડિયો, નૃત્યો  દ્વારા પ્રમુખસ્વામી મહારાજના યુકે-યુરોપ ખાતેના વિચરણ, મંદિર નિર્માણ, હરિભક્તો અને સ્વયંસેવકોના સેવા-સમર્પણ-જીવન પરિવર્તનની ગાથા વિષયક રોચક પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

BAPSના પૂ. પરમસેતુ સ્વામી, પૂ. પરમતત્વસ્વામી, હરિભક્ત દર્શનભાઈ આશિયર વગેરેએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના વિચરણ, તેમણે વેઠેલ કષ્ટો અને હરિભક્તોની લીધેલી સંભાળ વિષયક વક્તવ્ય આપ્યા હતા.અનેક મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજ આજની સભામાં પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ વેળાએ પૂજ્ય ગુરુદેવ રાકેશભાઈ, સ્થાપક અને આધ્યાત્મિક વડા – શ્રીમદ રાજચંદ્ર મિશન, હરદીપ સિંહ પુરી, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી, આવાસ અને શહેરી બાબતોના મંત્રી – ભારત સરકાર, જનરલ. ડો.વી.કે. સિંહ, માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ, નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી – ભારત સરકાર, પદ્મશ્રી બેરી ગાર્ડિનર, બ્રેન્ટ નોર્થ, સંસદ સભ્ય – યુકે, પદ્મશ્રી બોબ બ્લેકમેન, હેરો ઈસ્ટ, સંસદ સભ્ય – યુકે, એલેક્સ એલિસ, ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર, ડો. વિજયકુમાર કૃષ્ણરાવ ગાવિત, રાજ્ય કેબિનેટ મંત્રી, મહારાષ્ટ્ર સરકાર, પી.કે. મહેરા, એર માર્શલ (નિવૃત્ત) – ભારત સરકાર, મનોજ લાડવા, ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ- ‘ઈન્ડિયા ઇન્ક’. ગ્રુપ, વિજય દરડા, ચેરમેન – લોકમત મીડિયા ગ્રુપ, રાકેશ સિંહ, સંસદ સભ્ય (જબલપુર મતવિસ્તાર), જયેશ શાહ, ચેરમેન – નમન ગ્રુપ, અશોક જૈન, મેનેજિંગ ડિરેક્ટર – જૈન ગ્રુપ, અનિલ કુમાર મિત્તલ, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર – KRBL લિમિટેડ, રાકેશ ચૌરસિયા, પ્રખ્યાત ભારતીય વાંસળીવાદક ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત આજે યોજાયેલ ઈન્ડિયન ડ્રગ મેનૂફેક્ચરરર્સ એસોસિએશન આયોજિત પ્રોફેશનલ કોન્ફરન્સમાં ગુજરાત સ્ટેટ બોર્ડના ચેરમેન ડો.શ્રેણિક શાહે જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજ અને BAPS નો પ્રભાવ આપણે આજે અનુભવી શકીએ છીએ જ્યારે IDMAના ઇતિહાસની છેલ્લાં 60 વર્ષની સૌથી મોટી કોન્ફરન્સનું આયોજન અહી પ્રમુખસ્વામી મહારાજ નગરમાં થયું છે.”

BAPSના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું,“આપણે જે વિશ્વમાં રહી છીએ તેનું સંચાલન નફો, ઉત્પાદન અને જરૂરિયાતના દ્રષ્ટિકોણથી થાય છે. આપણે આ કોન્ફરન્સમાં એ બાબત પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે આપણે કેવી રીતે એકબીજાના સ્પર્ધક નહીં, પરંતુ એકબીજાના પૂરક બની શકીએ. પ્રમુખસ્વામી મહારાજે  અહંકાર દૂર કરી સંવાદિતાની સ્થાપના પર ભાર મૂક્યો. 80,000 સ્વયંસેવકોથી ધબકતું  પ્રમુખસ્વામી મહારાજ નગર સંવાદિતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. રામાયણ યુગમાં વાનરોએ ભગવાન શ્રી રામના નામને પથ્થર પર લખી સેતુનું નિર્માણ કર્યું. આજે 200 એકરની જગ્યામાં ‘સ્વામિનારાયણ’ મંત્રજાપ કરતાં આ સ્વયંસેવકોએ 1 કરોડ પેવર બ્લોક્સ લગાવવાનું કાર્ય કર્યું. પ્રમુખસ્વામી મહારાજે કોઈ ચમત્કાર કરવાનો દાવો ન કર્યો, પરંતુ ચમત્કૃતિ સર્જવાનો માર્ગ દર્શાવી દીધો. આજે 600 એકરમાં પથરાયેલું આ પ્રમુખસ્વામી મહારાજ નગર સ્વયંસેવકોમાં સંવાદિતા દ્વારા થયેલ ચમત્કાર છે.”

- text

ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCOA)ના કમિશનર ડો. હેમંત કોશિયાએ જણાવ્યું,“ઘણાં વર્ષો પહેલાં જ્યારે હું FDCOAનો જોઇન્ટ કમિશનર હતો ત્યારે, મેં NCT દિલ્લીમાં ડ્રગ કન્ટ્રોલરની પોસ્ટ માટે અરજી કરી હતી. હું પ્રમુખસ્વામી મહારાજને આશીર્વાદ માટે મળ્યો. પ્રમુખસ્વામી મહારાજે મને આ ઇન્ટરવ્યૂમાં જવાને બદલે ગુજરાતની સેવા કરવા સૂચન કર્યું . એમના માર્ગદર્શન મુજબ હું ઇંટરવ્યૂ માટે ન ગયો. આજે હું ગુજરાતના FDCOAના કમિશનર તરીકે આપની સમક્ષ ઊભો છું.”

CDSCO ના ડેપ્યુટી ડ્રગ્સ કન્ટ્રોલર શ્રી જયંત કુમારે જણાવ્યું,“પ્રમુખસ્વામી મહારાજ નગરનું સર્જન તેમના પ્રત્યે સૌના પ્રેમનું પરિણામ છે.” IDMA ના રાષ્ટ્રીય પ્રમુખ વિરંચિભાઈ શાહે જણાવ્યું,“ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગ સાહસિકો તરીકે આપણે સૌએ પ્રમુખસ્વામી મહારાજ નગરના સ્વયંસેવકોમાંથી  નમ્રતા અને નિસ્વાર્થ સેવાના ગુણો ગ્રહણ કરવાના છે”.

એસટ્રલ સ્ટરીટેકના સ્થાપક ડો. દુષ્યંત પટેલે જણાવ્યું,“આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોને લોકોના જીવનમાં દ્રઢ કરવામાં અને શ્રેષ્ઠ મેનેજમેન્ટનો આદર્શ બેસાડવામાં BAPS સંસ્થાએ ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે.” BAPSના પૂ. જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યું,“ આપણે સૌએ પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી સર્વસમાવેશકતાનો ગુણ શીખી શકીએ છીએ. BAPS સંસ્થાની કોઈ પણ પ્રવૃત્તિનો નિર્ણય લેતી વખતે, પ્રમુખસ્વામી મહારાજ સૌને સૂચન આપવા માટે પ્રેરિત કરતાં અને યોગ્ય સૂચનના અમલીકરણ માટે પ્રોત્સાહિત કરતા. જ્યારે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું આયોજન થયું, ત્યારે પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી આ ગુણ અનુસાર  સર્વેના વિવિધ સૂચનો આવકારવામાં આવ્યા.

પોતાના અહંકારનો ત્યાગ કરીને ‘સર્વન્ટ લીડરશિપ’ નો ગુણ સૌએ અપનાવવો જોઈએ. 21 મે, ૧૯૫૦ ના રોજ જ્યારે પ્રમુખસ્વામી મહારાજે BAPSના પ્રમુખ તરીકે પ્રતિજ્ઞા લીધી ત્યારે હરિભક્તોના વાસણ ઉટક્યા હતા. સતત ૬૫ વર્ષ સુધી પ્રમુખસ્વામી મહારાજે નિર્વિવાદ નેતૃત્વ પૂરું પાડ્યું. ગુરુપદે આવ્યાના  ૪૫ વર્ષમાં  પપ્રમુખસ્વામી મહારાજે ૧૭,૦૦૦ ગામોમાં, ૨૫૦,૦૦૦ ઘરોમાં વિચરણ કર્યું, ૭,૫૦,૦૦૦ કરતાં વધુ પત્રોના પ્રત્યુતર આપ્યા, ૧૩૦૦ સંસ્થાઓ (મંદિરો, સ્કૂલો, હોસ્પિટલો, છાત્રાલયો) સ્થાપ્યા. પ્રમુખસ્વામી મહારાજ ૨૫,૦૦૦ કરતાં વધુ લોકોને નામ સાથે ઓળખતા. તેમના દ્વારા દીક્ષિત ૧૧૦૦ કરતાં વધુ સંતોની તેમની સાથે ઘણી સ્મૃતિઓ હતી.”

- text