મોરબી સખી વન સ્ટોપ સેન્ટરે એક વર્ષમાં 290 મહિલાઓને કરી મદદ

- text


મોરબી : મોરબી સખી વન સ્ટોપ સેન્ટરે વર્ષ 2021 – 22ના સમયગાળા દરમિયાન 290થી વધુ મહિલાઓને અત્યાચારમાં જરૂરી મદદ પુરી પાડી ઉમદા કામગીરી કરી છે.

મહિલા અને બાળ વિકાસ દ્વારા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર મોરબીમાં વર્ષ 2021થી 2022 સુધી કુલ 290 કેસો જેમાં 237 ઘરેલુ હિંસાના કેસો તેમજ 51 અન્ય કેસો આવ્યા હતા. જેમાં 181 ટીમ દ્વારા આવેલ કેસો 78, જાતે આવેલ કેસ 182 તેમજ પોલીસ સ્ટેશન દ્વારા 29 કેસ આવ્યા હતા. આમાંથી 10 મહિલાઓને કાયદાકીય સહાય આપવામાં આવી હતી. જ્યારે 152 મહિલાઓને આશ્રય આપવામાં આવ્યો હતો તેમજ 14 મહિલાઓને મેડિકલ સહાય અને 113 કેસનું સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું.

- text

મોરબી જિલ્લામાં ગત વર્ષે સખી વન સ્ટોપ સેન્ટરમાં 290 હિંસાગ્રસ્ત મહિલાઓને પણ સહાય આપવામાં આવી હતી.

- text