મોરબીમાં સુખડીયા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે પ્રારંભ

- text


મોરબી : મોરબીમાં સ્માર્ટ સુખડિયા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા “સુખડીયા પ્રીમિયર લીગ” ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૩નો પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે પ્રારંભ થયો છે. સુખડીયા સમાજની ઉન્નતી માટે, સમાજિક એકતા એ મુખ્ય સ્તંભ છે અને આજ આ સ્તંભ નો મુખ્ય પાયો સમાજનો યુવાનો હોય તેમના માટે આ આયોજન થયું છે.

યુવાની ફૌજને એક તાંતણે જોડવા અને એકબીજાની નજીક લાવવાના વધુ એક પ્રયત્ન સાથે સ્માર્ટ સુખડીયા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા દશાશ્રીમાળી સુખડીયા સમાજના યુવાનો માટે ડે & નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ (સુખડીયા પ્રીમિયર લીગ-૨૦૨૩)નું ભવ્ય આયોજન માળિયા (મોરબી) ખાતે તા.૭-૮ જાન્યુઆરી ના રોજ કરવામાં આવેલ છે. મોરબીના આગણે સુખડીયા સમાજના ક્રિકેટ મેચનુ દીપ પ્રાગ્યટ્ય પૂર્વ મંત્રી બ્રીજેશ મેરજાના શુભ હાથે કરાયુ હતું. અને પહેલો બોલો મેદાનમાં રમાતા મુક્યા આવેલા ગુજરાત તેમજ કાઠીયાવાડ કચ્છ તેમજ દરેક શહેરામાં વસતા સુખડીયા સમાજના ખેલાડીયો અલગ-અલગ શહેરોમાંથી આવેલા ખેલાડીઓનુ હાર્દિક સ્વાગત કરાયુ હતું. મોરબીમાં સુખડીયા સમાજના મૈચની ભારે જમાવટ થઈ હતી. સુખડીયા નીતીનભાઈ માડલીયા-ધ્રોલ, સુખડીયા સંજય મહીપતલાલ શેઠ-મોરબી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

છેલ્લા મહિનાઓથી વિવિધ શહેરોના અનેક યુવાઓએ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતા જેની લાગણીને ધ્યાને લઇ આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ સમયસર અને સુંદર રીતે થઇ શકે એવા શુભ હેતુ થી ટુર્નામેન્ટ ૮ ટીમ વચ્ચે યોજવામાં આવ્યો છે.ટુર્નામેન્ટની જાહેરાત પહેલા જ કોઈ પણ જાતના પ્રચાર વગર તમામ ૮ ટીમો નોંધાઈ ચુકી, જ્ઞાતિજનોના આ પ્રચંડ સમર્થન અને વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કરાયો છે. આજથી આ ટુર્નામેન્ટનો મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ, માળિયા મોરબી હાઇવે પર પ્રારંભ થયા બાદ ફાઈનલ મેચ તા.૮-૧-૨૦૨૩ રવિવાર સાંજે ૫-૦૦ કલાકે રમાશે.

- text

 

- text