ટંકારા: આર્ય વિદ્યાલયમ ખાતે આરોગ્ય સપ્તાહની ઉજવણી કરાઈ

- text


ટંકારા: આર્ય વિદ્યાલયમ ખાતે આરોગ્ય સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકો દ્રારા શિક્ષકો અને વાલીગણના સહિયારા પ્રયાસથી બાળકો નાનપણથી બધાજ શાકભાજી અને ઋતુ અનુસાર ફળ રોજીંદા જીવનમાં અપનાવે, ખોરાકમાં શાકભાજી તથા ફળનો ઉપયોગ વધુ કરે તેવા હેતુથી દરરોજ દરેક ધોરણના બાળકો દ્રારા નાટકો, એકપાત્રીય અભિનય તથા અભિનયગીત દ્રારા સુંદર રજુઆત કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓ દ્વારા લીલી હળદર વિશે સ્પીચ રજૂ કરવામાં આવી હતી અને સાથે સાથે બધાજ બાળકોને લીલી હળદર ખવડાવીને તેના ઔષધીય ગુણની પણ જાણકારી આપવામાં આવી હતી. મોરબીના પ્રખ્યાત બાળરોગ નિષ્ણાત ડૉ.મનીષ સનારીયા દ્રારા કોરોના વાયરસની અગમ ચેતીના ભાગરૂપે વિશ્વ મહામારી કોરોના વિશે પણ સમજ આપવામાં આવી હતી. સાથે સાથે ઉત્તમ દિનચર્યા અને ગુડ હેબીટ અને બેડ હેબીટ વિશે બાળકોને ઉપયોગી ચિત્ર, વીડિયો માધ્યમથી સેમિનાર રાખવામાં આવ્યો હતો. આ તકે સંસ્થાના પ્રમુખ માવજીભાઈ દલસાણીયા દ્રારા ડોક્ટરના સમાજ ઉપયોગી કાર્યને બિરદાવવામાં આવ્યું હતું.

- text

- text