ટંકારાના સાવડી ગામનો યુવાન GMB ક્લાસ-2ની પરીક્ષામાં ઉત્તીર્ણ

- text


ટંકારા : તાજેતરમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા ગુજરાત મેરીમટાઈમ બોર્ડ (GMB) કલાસ -2 અધિકારીનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં ટંકારા તાલુકાના સાવડી ગામના યુવાન પરાગ દેવરાજભાઈ ભાગીયાએ સમગ્ર ગુજરાતમાં 15મો ક્રમાંક પ્રાપ્ત કરીને મોરબી જિલ્લાનું અને ભાગીયા પરીવારનું ગૌરવ વધાર્યું છે.

- text

વધુમાં પરાગભાઇ થોડા સમય પહેલાં GSECLની પરીક્ષામાં મિકેનિકલ એન્જિનિયર ક્લાસ-2 અધિકારી તરીકે પસંદગી પામ્યા હતા. આમ GPSCની બબ્બે પરીક્ષામાં પાસ થવા બદલ પરાગભાઇને ચારેબાજુથી શુભેચ્છાઓ મળી રહી છે.

- text