GSECL ક્લાસ-2ની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ હડિયલ પરિવાર મોરબીનું ગૌરવ વધારતો યુવાન

- text


મોરબી : તાજેતરમાં લેવાયેલ GSECL ની પરીક્ષામાં મોરબીના રહેવાસી પરેશ ગંગારામભાઈ હડિયલ કોમ્પ્યુટર એન્જિનિયર ક્લાસ-2ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં 13 મો ક્રમાંક મેળવીને મોરબી જિલ્લાનું અને હડિયલ પરિવારનું ગૌરવ વધાર્યું છે. તદુપરાંત પરેશભાઈ પોલીસ ખાતામાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) તરીકે સમગ્ર ગુજરાતમાં 21માં ક્રમે પસંદગી પામ્યા છે. આ પહેલાં પરેશભાઈ મહેસાણા ખાતે આવેલી એમએનસી કંપની સુઝુકી મોટરમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. હાલ ક્લાસ-2 અધિકારી બનવા બદલ ચોમેરથી અભિનંદન મળી રહ્યા છે.

- text

- text