વિધાનસભા ચૂંટણી પુરી થતા જ મોરબીમાં વિકાસ કામો શરૂ

- text


આર એન્ડ બી વિભાગ હસ્તકના શનાળા બાયપાસથી સામાકાંઠાના નટરાજ ફાટક સુધી 2 કરોડના ખર્ચે ડામર રોડની કામગીરી હાથ ધરાઈ

મોરબી : મોરબીમાં વિધાનસભાની ચૂંટણી પુરી થતા આચારસહિતાનું ગ્રહણ હટવાની સાથે જ વિકાસ કામો શરૂ કરી દેવામાં આવ્યા છે.આર એન્ડ બી વિભાગ હસ્તકના શનાળા બાયપાસથી સામાકાંઠાના નટરાજ ફાટક સુધી 2 કરોડના ખર્ચે ડામર રોડની કામગીરી હાથ ધરાઈ છે. સૌથી મોટા આ રોડને નવો બનાવવાનું શરૂ થતાં હવે લોકોને ખાડા-ટેકરાવાળા રોડથી થતી હાલાકીમાંથી મુક્તિ મળશે.

મોરબીમાં ઘણા સમયથી મુખ્યમાર્ગોની હાલત ખરાબ હોય લોકોને ભારે હાલાકીનો સમાનો કરવો પડતો હોય અને આ ખરાબ રોડ મુદ્દે તંત્ર અને સરકાર પર પસ્તાળ પડ્યા બાદ હવે રોડના કામ હાથ ઉપર લેવામાં આવ્યા છે. ખાસ કરીને શહેરના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ખરાબ થયેલા રોડને નવા ડામર રોડ બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં આર એન્ડી વિભાગ હસ્તકના શહેરની વચ્ચોવચ નીકળતા મોરબી શહેરની બાયપાસથી છેક સામાકાંઠાને જોડતા સૌથી મોટા મુખ્યમાર્ગ ઉપર ડામર રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં શનાળા બાયપાસથી સામાકાંઠાના નટરાજ ફાટક સુધી છેલ્લા ત્રણ દિવસથી ડામર રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. રૂ 2 કરોડના ખર્ચે બનનાર આ રોડનું કામ આશરે 10 દિવસમાં પૂરું થઈ જશે અને બીજા ખરાબ રોડનું કામ પણ ટુક સમયમાં શરૂ કરાશે તેવું માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાએ જણાવ્યું હતું.

- text

 

- text