થર્ટી ફર્સ્ટની રાત્રે ઝૂમ બરાબર ઝૂમ હાલતમાં રખડતા તત્વોની શાન ઠેકાણે લાવતી મોરબી પોલીસ

- text


એસપીને વડપણ હેઠળ એસઓજી, એલસીબી તથા સ્થાનિક પોલીસની ટીમોએ રાતભર સઘન કોમ્બિંગ કર્યું, જિલ્લાના તમામ એન્ટ્રી પોઇન્ટ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી 500 વાહનોનું સઘન ચેકિંગ કર્યું, દારૂ પીધેલા સહિતના 15 કેસ કર્યા

મોરબી : મોરબી જિલ્લામાં થર્ટી ફર્સ્ટની રાત્રે ઉજવણી આડમાં દારૂ ઢીચીને મદહોશ બનીને રખડતા આવારા તત્વો સામે પોલીસે તવાઈ ઉતારી હતી અને ઝૂમ બરાબર ઝૂમની હાલતમાં નીકળેલા શખ્સો સહિત 15 કેસ કર્યા હતા. એસપીને વડપણ હેઠળ એસઓજી, એલસીબી તથા સ્થાનિક પોલીસની ટીમોએ રાતભર સઘન ચેકીંગ કર્યું હતું. જિલ્લાના તમામ એન્ટ્રી પોઇન્ટ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી 500 વાહનોનું સઘન ચેકિંગ કર્યું હતું.

મોરબી જિલ્લામાં થર્ટી ફર્સ્ટની રાત્રે વિતેલ વર્ષને બાયબાય કરવા અને નવા વર્ષના આગમનને વધાવવાની ઘેલછામાં કેટલાક શખ્સો ભાન ભૂલી દારૂનો નશો કરીને ન કરવાની હરક્ત કરતા હોય કાયદો અને વ્યવસ્થા જણાવવા માટે મોરબી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા પોલીસે આવા તત્વોની શાન ઠેકાણે લાવવા ખાસ ઝુંબેશ આદરી હતી. જેમાં જિલ્લાભરના મોરબી, વાંકાનેર, હળવદ, ટંકારા અને વાંકાનેરના એન્ટ્રી પોઇન્ટ ઉપર તેમજ મુખ્યમાર્ગો ઉપર અને જ્યાં જ્યાં થર્ટી ફર્સ્ટના મદહોશીભરા આયોજન થયા હોય ત્યાં એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસની ટીમોએ રાતભર પેટ્રોલીગ કર્યું હતું. સમગ્ર જિલ્લા પોલીસની ટીમોએ 10 જેટલી ચેકપોસ્ટ બનાવી દારૂ પીને નીકળેલા લોકો ઉપર કરવા ખાસ સ્થળ ઉપર મશીન રાખી સઘન વાહન ચેકિંગ કર્યું હતું. એ દરમિયાન જે જે લોકો દારૂનો નશો કરીને નીકળેલા હોય એવા લોકોનો નશો ઉતારીને કાયદાનું ભાન કર્યું હતું. આ રીતે દારૂના 15 જેટલા કેસો કર્યા હતા અને 500થી વધુ વાહનોનું સઘન ચેકિંગ કર્યું હતું. જેમાં 106 વાહનોનો સમાવેશ થાય છે. પોલીસના સઘન ચેકીંગથી થર્ટી ફર્સ્ટની રાત્રે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

- text

- text