એ હાલો… મોરબી અપડેટ દ્વારા 7 અને 8મીએ મોરપીંછ એક્ઝિબિશન

બે એક્ઝિબિશનની સફળતા બાદ હવે ત્રીજાનું આયોજન : ફેશનવેરથી લઈને ફૂડ અને હોમ ડેકોર સુધીની તમામ આઇટમોના 60થી વધુ સ્ટોલ હશે

મોરબી : અગાઉ બે એક્ઝિબિશન સફળ રહ્યા બાદ મોરબીવાસીઓની લાગણીને માન આપી મોરબી અપડેટ દ્વારા આગામી તા.7 અને 8એ ફરી એક વખત મોરપીંછ એક્ઝિબિશનનું આયોજન કર્યું છે. જેમાં આ વખતે 70 જેટલા સ્ટોલ હશે. તો મોરબીવાસીઓ શોપિંગ માટે તૈયાર થઈ જાવ.

દર વર્ષે અવનવા કાર્યક્રમો આપીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતું મોરબીવાસીઓનું પોતાનું માધ્યમ મોરબી અપડેટ છેલ્લા થોડા સમયથી સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે મોરપીંછ એક્ઝિબિશનનું પણ આયોજન કરે છે. સ્થાનિક રોજગાર અને ધંધાઓને વેગ મળે તેમજ લોકોને એક જ સ્થળેથી શ્રેષ્ઠ કિંમતે વસ્તુઓની ખરીદીનો અવસર મળે તેવા ઉદ્દેશ સાથે ફરી એકવાર રવાપર ચોકડી ખાતે આવેલ સ્વાગત હોલમાં આગામી તા.7 અને 8 જાન્યુઆરીના રોજ મોરપીંછ ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં ગાર્મેન્ટ્સ, ફૂટવેર, હોમ ડેકોર, દિવાળી સ્પેશિયલ આઈટમ, જવેલરી, ચણીયાચોલી, ગૃહ ઉદ્યોગ, અથાણા, કોડીયા, ફૂટવેર, જવેલરી, ટોયઝ, ફૂડ સ્ટોલ, સ્પેશિયલ એક્ટ્રેશન સહિતના 70થી વધુ સ્ટોલ હશે

અહીં વિશાળ જગ્યા ઉપરાંત વિશાળ પાર્કિંગ વ્યવસ્થા, સિક્યોરિટી સહિતની અનેક સવલતો હશે. જેથી અહીં આવનાર બહેનોને કોઈ તકલીફ ન પડે. અહીં બહેનો માટે એન્ટ્રી નિઃશુલ્ક છે. વધુ વિગત માટે મિત્તલ પ્રજાપતિ મો.નં. 99093 82382 અથવા વિપુલ પ્રજાપતિ મો.નં. 99130 53249નો સંપર્ક કરવા જણાવાયું છે.