મોરબીમાં સ્વજનના સ્મરણાર્થે સુવર્ણપ્રાશન અને અગ્નિકર્મ સારવાર કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબી ખાતે સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ અને NIMA મોરબી દ્વારા મોરબી જિલ્લાના અલગ અલગ 7 સ્થળોએ નિ:શુલ્ક સુવર્ણ પ્રાશન કેમ્પ અને ફ્રી અગ્નિ કર્મ સારવાર કેમ્પ યોજાયો હતો.

આ કેમ્પનું આયોજન હિતમ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સાગર રવિચંદ જેસ્વાણી અને N.I.M.A. મોરબીના પ્રમુખ ડો. હાર્દિક રવિચંદ જેસ્વાણી દ્વારા કરાયું હતું.નિઃશુલ્ક સુવર્ણ પ્રાશન કેમ્પમાં તબીબ મિત્રો ડો. સંજયકુમાર નિમાવત, (ગુરૂકૃપા હોસ્પિટલ, મોરબી-2),ડો. ધર્મેશ એમ. ગામી (મધુરમ હોસ્પિટલ, પીપળીયા ચાર રસ્તા), ડો. એસ. જે. પટેલ (નિરામય ક્લિનિક, ઘુંટુ), ડો. મનોજ એમ. ભાડજા (સુશ્રુત હોસ્પિટલ, રામ ચોક), ડો. હર્ષ એ. અંબાસણા (વશિષ્ઠ આયુર્વેદ, રવાપર રોડ), ડો. ચેતન ભીમાણી (ડો. લહેરૂ દવાખાનું, કંડલા બાયપાસ)એ સેવા આપી હતી.

આ કેમ્પમાં જુના દેવળીયા કુમાર પે સેન્ટર શાળાના આચાર્ય સાગર વિનોદચંદ્ર મહેતાએ સેવા આપી હતી. સૌનો આયોજકોએ આભાર વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત તારીખ 28 ડિસેમ્બર ને બુધવારના રોજ સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી મોરબીના રવાપર રોડ પર નીલકંઠ સ્કૂલ સામે આવેલા વશિષ્ઠ આયુર્વેદ એન્ડ પંચકર્મ સેન્ટર અને રવાપર-ધુનડા રોડ પર વૈદેહી પ્લાઝામાં આવેલા વેદ હેલ્થ કેર એન્ડ આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ફ્રી અગ્નિ કર્મ સારવાર કેમ્પ પણ યોજાયો હતો.

- text

- text