મોરબીમાં ટાવર કંપનીનું જનરેટરની ચોરી કરનાર ટેક્નિશિયન ઝડપાયો

- text


 

ટેક્નિશિયને જે બે લોકોને જનરેટર વેચી માર્યું તેની પણ ધરપકડ

 

મોરબી : મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ટાવરનું જનરેટર ચોરી કરનાર શખ્સને પોલીસે પકડી પાડ્યો છે. આ શખ્સ કંપનીનો ટેક્નિશિયન જ નીકળ્યો છે. ઉપરાંત તેને અન્ય બે શખ્સોને જનરેટર વેચી માર્યું હોય, પોલીસે આ બન્ને શખ્સોને પણ ઝડપી પાડ્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર બોરીયાપાટી વિસ્તારમાં આવેલ ઇન્ડેઝ ટાવરના વરંડામા રાખવામાં આવેલ કિલોસ્કર કંપનીનું રૂપિયા 2 લાખની કિંમતનું જનરેટર કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી જતા આ મામલે ફરિયાદ નોંધાઇ હતી. જેની તપાસ દરમિયાન પોલીસને બાતમી મળેલ કે ઇન્ડેઝ ટાવર પ્રા.લી માથી જનરેટર ચોરી થયેલ હોય જેમા ટાવર કંપનીમા ફરજ બજાવતો ટેકનીશીયન મહેશભાઇ કનુભાઇ વ્યાસ રહે.મોરબી ઉમીયા રેસીડેન્સી દલવાડી સર્કલ પાસે વાળો હોવાની હકિકત મળતા તેને પો.સ્ટે લાવી પુછપરછ કરતા મજકુર આરોપીએ કબુલાત આપેલ કે ઇન્ડેઝ ટાવર પ્રા.લીમાથી ચોરી કરેલ જનરેટર આરોપી તૌફીકભાઈ યાકુબભાઈ સોલંકી રહે.રાજકોટ મોટી ટાંકી ચોક સદર બજાર તથા મકસુદભાઈ અહેમદભાઈ મોહેલ રહે.રાજકોટ મોટી ટાંકી ચોક સદર બજાર વાળાઓને વેચાણથી આપેલ છે.

- text

રાજકોટ ખાતે જઇ ચોરીમા ગયેલ જનરેટર કબ્જે કરી જનરેટર લેવા આવેલ બંને ઇસમો મળી ટાવરના ટેકનીશીયન સહીત ત્રણેય ઇસમોને અટક કરી મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.ર.નં.૧૯૩૪/૨૦૨૨ ઇ.પી.કો કલમ.૩૭૯,૪૪૭,૧૧૪ મુજબનો ગુન્હો ડીટેકટ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ કામગીરીમાં પીઆઇ એચ.એ.જાડેજા, પીએસઆઇ કે.એચ.ભોચીયા, એએસઆઇ રાજદીપસિંહ પ્રતાપસિંહ,કિશોરદાન ગંભીરદાન, હેડ કોન્સ. કિશોરભાઇ મેણંદભાઇ, અંબાપ્રતાપસિંહ પ્રવીણસિંહ, કોન્સ. હિતેષભાઇ વશરામભાઇ, ચકુભાઇ દેવશીભાઇ, સિધ્ધરાજસિંહ અનિરૂધ્ધસિંહ, સિધ્ધરાજભાઇ કાનજીભાઇ, અરજણભાઇ મેહુરભાઇ, તેજાભાઇ આણંદભાઇ રોકાયેલ હતા.

- text