નર્મદાના પાણીથી મિતાણા ડેમ ભરવા ખેડૂતોનો પોકાર

- text


ટંકારાની કલ્યાણપર ગ્રામ પંચાયત દ્વારા મોરબી સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલકને રજુઆત

ટંકારા : ટંકારાના કલ્યાણપર ગામ સહિતના ગામોના ખેડૂતોએ હાલ રવિ પાકનું વાવેતર કર્યું હોય પણ નજીકનો મિતાણા ડેમ ભરાયેલો ન હોવાથી સિંચાઈના પાણી માટે સૌની યોજના હેઠળ મિતાણાનો ડેમ ભરી આપવા ખેડૂતોએ સિંચાઈ વિભાગ સમક્ષ પોકાર કર્યો છે. આ માટે ટંકારાની કલ્યાણપર ગ્રામ પંચાયત દ્વારા મોરબી સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલકને રજુઆત કરાઈ છે.

ટંકારાની કલ્યાણપર ગ્રામ પંચાયત દ્વારા મોરબી સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલકને રજુઆત કરીને જણાવ્યું હતું કે, ગયા વર્ષે ટંકારા આસપાસના ખેડૂતોની સિંચાઈ માટે મુખ્ય આધાર એવા મિતાણાનો ડેમ ભરાયો ન હતો.આવા સંજોગોમાં હાલ ખેડૂતોએ મોટાપાયે ઘઉંનું વાવેતર મોટા પ્રમાણમાં કર્યું છે. પણ મિતાણા ડેમ ભરાયેલ ન હોય સિંચાઈના અભાવે ઉભો મોલ સુકાય રહ્યો છે. ખેડૂતોને આ રવિ પાક ઉપર ખૂબ જ મોટો આધાર છે. તેથી રવિ પાકને જીવતદાન મળે તે માટે સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી મિતાના ડેમમાં ઠાલવવાની માંગ કરી છે. જો સૌની યોનના હેઠળ નર્મદાના પાણીથી મિતાણા ડેમ ભરાય તો ખેડૂતોને રવિ પાકમાં ખૂબ જ ફાયદો થાય તેમ છે. આ ઉપરાંત મિતાણા ડેમ નર્મદાની નિરથી ભરાઈ તો આગામી ખરીફ પાકમાં પણ સારું વાવેતર કરી શકાય એમ છે. આમ ખેડૂતોને બે સીઝનમાં પાક લેવાનો લાભ મળે એમ હોય આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text

- text