વિવિધ ફેકટરીની મુલાકાત લેતી મોરબી જે. એ. પટેલ મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ

- text


સીરામીક, સેનેટરી, પેપરમિલ સહિતની ફેકટરીમાં માલનું ઉત્પાદનથી વેચાણ સુધી પ્રક્રિયાની જાણકારી મેળવી

મોરબી : મોરબીની જે. એ. પટેલ મહિલા કોલેજના બી. કોમ સેમેસ્ટર 6ની વિદ્યાર્થીનીઓએ ભણતર સાથે પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે મોરબી જિલ્લામાં વિવિધ ફેકટરીઓની મુલાકાત લઈ સીરામીક, પેપરમીલ સહિતની ઈન્ડસ્ટ્રીઝમાં પ્રોડક્શનથી લઈ વેચાણ સુધીની વ્યવસ્થાનો અભ્યાસ કર્યો હતો.

ભણતર સાથે ગણતર પણ મહત્વનું હોય જે. એ. પટેલ મહિલા કોલેજ દ્વારા વિદ્યાર્થીનીઓ માટે ઇન્ડસ્ટ્રીયલ વિઝીટની વ્યવસ્થા કરવામાં આવી હતી જે અન્વયે વરમોરા બ્રાન્ડની કોન્ફી સેનેટરીવેર ફેકટરીની મુલાકાત લીધી હતી આ તકે વિનોદભાઈ, ભવાનભાઈ તથા ગોવિંદભાઈ વગેરે એમ. ડી. દ્વારા સેનેટરીવેરની તમામ પ્રોસેસ સમજાવી, સાથે સાથે દરેક વિદ્યાર્થીનીઓ માટે નાસ્તા પાણીની પણ વ્યવસ્થા કરી આપી હતી. સાથે જ વિદ્યાર્થીનીઓ દ્વારા મોરબીની નામાંકિત દિયાન પેપરમિલની મુલાકાત લેવામાં આવી હતી. વેસ્ટમાંથી પેપર તૈયાર થવાની આધુનિક મશીનરીની છણાવટ સાથે સંપૂર્ણ પ્રક્રિયા સમજાવવામાં આવેલ હતી. કંપની તરફથી દરેક વિદ્યાર્થિનીઓને ખૂબ જ આકર્ષિત વોલ ક્લોક ભેટ આપવામાં આવી હતી. દરેક વિદ્યાર્થિનીઓએ તે બદલ કંપનીના ડિરેક્ટર મનીષભાઈ, જયદીપભાઈ તથા તમામ સ્ટાફનો ખૂબજ આભાર વ્યક્ત કર્યો હતો.

ઉપરાંત મલ્ટીચાર્જ ટાઇલ્સમાં નામ ધરાવતી મોઝાર્ટ વિટરીફાઇડ ફેક્ટરીમાં ટાઈલ્સના મટિરીયલ્સથી લઇને પેકિંગ સુધી થતી તમામ પ્રક્રિયાઓની વિભાગ વાઈસ ઊંડી સમજણ આપી હતી. વિદ્યાર્થીઓને ખૂબ જ જ્ઞાનની પ્રાપ્તિ થયેલ હતી. કંપનીના ડિરેક્ટર ધ્રુવભાઈ, ધર્મેન્દ્રભાઈ, કિશનભાઈ તથા તેમના સ્ટાફમિત્રો સતત સાથે રહીને તમામ મદદ કરી હતી.

સિરામિક ટાઇલ્સની તમામ પ્રોડક્ટ સાથેના ભવ્ય વિશાળ ડિસ્પ્લે જોવા માટે વરમોરા ટાઇલ્સ ફેકટરીની મુલાકાત લીધેલ હતી. જેમાં અવનવી ડિઝાઇન, સાઇઝ તથા કેટેગરીની ટાઇલ્સ જોઈને વિદ્યાર્થીનીઓ ખૂબ જ પ્રભાવિત થયેલ હતી.આ મુલાકાત માટે પ્રકાશભાઈ કાચરોલાનો ખૂબ જ સહયોગ મળેલ હતો. તેમની સાથે કંપનીના એમ. ડી. ભરતભાઈ વરમોરાની પણ મુલાકાત થયેલ હતી.

- text

દરેક વિદ્યાર્થીનીઓ પોતાના ટિફીન સાથે લઇને આવેલ હતી અને કાસા વિટ્રીફાઈડનાં બગીચામાં લંચ લીધેલ. હતું. તેમાં કાસા વિટ્રીફાઈડ તથા વેરોના વિટ્રીફાઈડનાં ડિરેક્ટર પંકજભાઈ પોતાનો કિંમતી સમય અમને આપીને અમારી સાથે રહ્યા હતા અને દરેક વિદ્યાર્થિનીઓ માટે આઈસ્ક્રીમ અને કોન લાવેલ. દરેક વિદ્યાર્થિનીઓએ તેમને તેમનો કિંમતી સમય આપવા બદલ આભાર વ્યક્ત કરેલ હતો. આ મુલાકાતમાં પ્રવાસની પ્રેરણા આપનાર જે. એ. પટેલ મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો. પી. કે. પટેલ તથા ટૂરના કો-ઓર્ડીનેટર એમ. વી. દલસાણિયા તથા સ્ટાફના નિશાબેન તથા ડિમ્પલબેનના સંપૂર્ણ સહયોગથી ખૂબ જ સરસ પ્રવાસનું આયોજન થયેલ હતું.

- text