મોરબી ખાતે ગુજરાતી ફિલ્મસ્ટાર સૂર્યકિરણ રાવતના ગીતના શુટિંગ કરાયું

- text


લોકભવાઈની ઉત્પતિથી લઇને વર્તમાન સમયમાં ભવાઇનું સ્થાનને આવરી લેવા સાથે અલગ જ પ્રકારના ગીતમાં કંડારી લેવાના શૂટિંગ સમયે લોકોના ટોળા ઉમટયા

મોરબી : ગુજરાતમાં જ નહીં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કવિઓ સાથે કવિસમેલાનોમાં પોતાની એક આગવી ઓળખ ધરાવતા કવિ અને કોરોના કાળમાં કોરોના સે ડરોના જેવી ટેલીફિલ્મ બનાવી લોકોમાં સંદેશો પહોંચાડનાર મોરબીના ધ્રુવનગરના જાણીતા કવિ,લેખક રાજુભાઈ કુકરવાડીયા (વ્યાસ) નિર્મિત એક અલગજ સંદેશ આપતા ગીતમાં સુપ્રસિદ્ધ કલાકાર સૂર્યકિરણ રાવત, શર્મિષ્ઠા મકવાણા, ઈશ્વર સમિકાર, હેમાલી ગોહિલ, સુર્યદીપ રાવત, સંજય નાયક સહિતનાં કલાકારો અભિનયના ઓજસ પાથરી રહ્યા છે.

એક અલગજ થીમ કે જેમાં લોકભવાઈની ઉત્પતિથી લઇને વર્તમાન સમયમાં ભવાઇનું સ્થાનને આવરી લેવા સાથે અલગ જ પ્રકારના ગીતમાં કંડારી લેવાના શૂટિંગ સમયે લોકોના ટોળા ઉમટયા હતા. નાયક,ભોજક,વ્યાસ સમાજની ગૌરવ ગાથા, વેદના વ્યથા અને સંવેદનાને વાચા આપતા નિર્માતા રાજુભાઈ કુકર્વડીયાના ગીતના ફિલ્માંકન પૂર્વે રાજેશભાઈએ શુકનનું શ્રીફળ વધેર્યું હતુ. તો કલાકાર જયદિપ ડાભીએ કેમેરો ઓન કરી શુભમુહુર્ત કર્યુ હતું અને વાવડી ગામના છાપરીવાળા હનુમાન મંદિરે કલાકારોને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા.

ગીતોની દુનિયામાં એક અલગજ અંદાજમાં સૂટ થયેલ અંદાજે ૧૫થી ૧૭ મિનિટના આ ગીતના ગીતકાર, કંપોઝર, ગાયક,ડાયરેક્ટર ઉપરાંત સૂર્યકિરણ રાવત કલાકાર પણ છે, જયારે રંજન રાઠોડ, ડીઓપી હિતેશ મહેતા સહિતના કસબીઓ હોવાનું નિર્માતા રાજેશભાઈ કુકરવાડિયાયે જણાવ્યુ હતુ.

- text

- text