ટંકારામાં બે દાયકાના અંતે ઘરવિહોણા લોકોને પ્લોટ મળ્યા

- text


મફત ઘરથાળના સો.ચો. વારના પ્લોટ મળવાથી પ્લોટ વિહોણા લાભાર્થીઓમાં હર્ષની લાગણી

ટંકારા : ટંકારા ગામે દ્વારકાધીશ જીન પાસે આવેલા ગામતળમા ટંકારાના બે દશકાથી પણ વધુ સમયથી ધરવિહોણા પરીવારોને અંતે પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં મફત ઘરથાળના સો.ચો. વારના પ્લોટ મળવાથી પ્લોટ વિહોણા લાભાર્થીઓમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ છે.

ટંકારા ગામે સરપંચ ગોરધનભાઈ ખોખાણી અને ઉપસરપંચ નિર્મળાબહેન હેમંતભાઈ ચાવડા, મદદનીસ ટીડીઓ ભીમાણી સાહેબ, તલાટી કમ મંત્રી મકવાણા,આઈ આર ડી શાખાના જે. ડી. ચાવડા, એન્જિનિયર જયદિપભાઈ, સલીમભાઈ માડકિયા, તેમજ સામાજીક કાર્યકર હેમંતભાઈ ચાવડા, અરજણભાઈ ઝાપડા, વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં અનુસુચિત જાતી, વિચરતી વિમુક્ત જાતિઓ, ઓબીસી અને લઘુમતી સમાજના લાભાર્થીઓને રહેવા માટે મફત ઘરથાળના ૧૦૦ ચો. વારના પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ખુબ જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. ટંકારા ગ્રામ પંચાયતની સરાહનીય કામગીરીની પછાત વર્ગમાં ખુબ જ પ્રશંસા થઈ રહી છે. મફત ઘરથાળના સો.ચો. વારના પ્લોટ મળવાથી પ્લોટ વિહોણા લાભાર્થીઓમાં હર્ષની લાગણી ફેલાઈ હતી.

- text

- text