ગુજરાત સરકારમાં નવા મંત્રીઓને ક્યાં ક્યાં ખાતા સોંપાયા ? વાંચો..

- text


મોરબી : ગુજરાત સરકારની નવી ભાજપ સરકારના મંત્રી મંડળે આજે શપથ ગ્રહણ કર્યા છે. સાથે નવા મંત્રીઓને ખાતાની પણ ફાળવણી કરી દેવામાં આવી છે. જેમાં ક્યાં મંત્રીને ક્યાં ખાતા ફાળવ્યા તે વિગતો નીચે રજૂ કરવામાં આવી છે.

રાજ્ય મંત્રીમંડળ- ૨૦૨૨

- text

ક્રમ નામ હોદ્દો વિષય ફાળવણી
૧. શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીશ્રી સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત,માર્ગ અને મકાનઅને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ,નર્મદાઅને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌધોગિકી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીશ્રીઓને ન ફાળવેલ વિષયો
કેબીનેટ મંત્રીશ્રીઓ
૨. શ્રી કનુભાઇ મોહનભાઇ દેસાઇ મંત્રીશ્રી નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ
૩. શ્રી ઋષિકેશભાઇ પટેલ મંત્રીશ્રી આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો
૪. શ્રી રાઘવજીભાઇ પટેલ મંત્રીશ્રી કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન ,મત્સ્યોદ્યોગ,ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ,
૫. શ્રી બળવંતસિંહ રાજપુત મંત્રીશ્રી ઉદ્યોગ, લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ,કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન, શ્રમ અને રોજગાર
૬. શ્રી કુંવરજીભાઇ બાવળીયા મંત્રીશ્રી જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો
૭. શ્રી મુળુભાઇ બેરા મંત્રીશ્રી પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ
૮. ડો. કુબેરભાઇ ડીંડોર મંત્રીશ્રી આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
૯. શ્રીમતી ભાનુબેન બાબરીયા મંત્રીશ્રી સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ
રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ
૧૦. શ્રી હર્ષ સંઘવી રા. ક. મંત્રીશ્રી રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ,વાહનવ્યવહાર, ગૃહરક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો),  ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્ય કક્ષા)
૧૧. શ્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ) રા. ક. મંત્રીશ્રી સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, (તમામ સ્વંતત્ર હવાલો),   લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન (રાજ્ય કક્ષા)
૧૨. શ્રી પરષોત્તમ સોલંકી રા. ક. મંત્રીશ્રી મત્સ્યોદ્યોગ અને પશુપાલન
૧૩. શ્રી બચુભાઇ મગનભાઇ ખાબડ રા. ક. મંત્રીશ્રી પંચાયત, કૃષિ
૧૪. શ્રી મુકેશભાઇ જે. પટેલ રા. ક. મંત્રીશ્રી વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિઅને પાણી પુરવઠા
૧૫. શ્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયા રા. ક. મંત્રીશ્રી સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ
૧૬. શ્રી ભીખુસિંહ ચતુરસિંહ પરમાર રા. ક. મંત્રીશ્રી અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા
૧૭. શ્રી કુંવરજીભાઇ હળપતી રા. ક. મંત્રીશ્રી આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ

- text