મોરબીમાં હત્યા અને ગુજસીટોકના ગુનામાં ફરાર આરોપીને એલસીબીએ દબોચ્યો

- text


મોરબી : મોરબી સિટી વિસ્તારમાં એકાદ વર્ષ પહેલા થયેલ હત્યાના કેસના અને ગુજસીટોકના ગુનામાં છેલ્લા નવ માસથી નાસતા ફરતા આરોપીને એલસીબીએ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર તા. ૦૮/૦૯/૨૦૨૧ના રોજ મો.સી.એ ડિવી એ. પાર્ટ ગુ.ર.નં. ૨૦૦૩/૨૦૨૧ ઇ.પી.કો. કલમ. ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૧૨૦બી, ૩૪, ૩૦૨, ૩૦૭, ૩૨૩, ૩૪૧, ૪૨૭ તથા આર્મ્સ એકટ ક.૨૫(૧-બી)એ.૨૭ તથા જી.પી.એ. ૧૩૫ મુજબનો ગુનો રજી. થયેલ હતો. ત્યારબાદ આ કામે ધી ગુજરાત કંટ્રોલ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ ( G.C.T.O.C) એકટ સને ૨૦૧૫ની કલમ ૩(૧)ની પેટા કલમ (૧) તથા (૨) તથા કલમ ૩(૨) તથા કલમ ૩(૪) મુજબનો કલમ ઉમેરો કરવામાં આવેલ હતો. આ કામે કુલ ૧૮ આરોપીઓની સંડોવણી ફલીત થયેલ હોય જેમાં તપાસ દરમ્યાન કુલ ૧૪ આરોપીઓને અટક કરવામાં આવેલ છે જેઓ વિરૂધ્ધ ( G.C.T.O.C) સ્પે.કોર્ટ રાજકોટ ખાતે ચાર્જશીટ કરવામાં આવેલ છે આ કામે ચાર આરોપીઓ નાસતા ફરતા હોય જેઓને પકડાવા સારૂ નામ. કોર્ટ તરફથી સી.આર.પી.સી.કલમ ૭૦ મુજબના વોરંટ મેળવેલ જે ચારેય આરોપીઓને પકડવા મોરબી પોલીસની અલગ અલગ ટીમો બનાવવવામાં આવેલ હતી.

- text

આરોપીને શોધી કાઢવા એલ.સી.બી.તથા પેરોલફર્લો સ્કવોડના માણસો પ્રયત્નશીલ હતા. દરમ્યાન ASI સંજયભાઇ પટેલ, HC પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, PC વિક્રમભાઇ ફુગસીયાનાઓને સયુકત રીતે હકિકત મળેલ કે, આ કામનો આરોપી હુશેનશા ઉર્ફે હકો આહમદશા શાહમદાર રહે. વજેપર મેઇનરોડ, દરગાહ પાસે, મોરબી, વાળો હાલે લીલાપર ચોકડી ખાતે ઉભેલ હોય જેથી મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમના માણસો આરોપીને હસ્તગત કરવા લીલાપર ચોકડી ખાતે તપાસ કરતા આરોપી મળી આવેલ જે આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડિવી. પો.સ્ટે. ખાતે સોપવા અંગેની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ કે.જે. ચૌહાણ, PSI એન.એચ. ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો જોડાયેલ હતા.

- text