મોરબીનો ધ્રુવ બરાસરા પ્રદેશ કક્ષાના યુવા ઉત્સવમાં લોકવાદ્ય સ્પર્ધામાં પ્રથમ

- text


ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત યુવાસેવા સાંસ્કૃતિક વિભાગ તેમજ કમિશ્નર યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજીત જીલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી વડોદરા સંચાલિત “આઝાદીકા અમૃત મહોત્સવ “અંતર્ગત મધ્ય ગુજરાત યુવા ઉત્સવ ૨૦૨૨ વડોદરાની આઈડિયલ સ્કૂલ મુકામે ૧૦,૧૧ ડિસેમ્બરના રોજ યોજાઈ ગયેલ. જેમાં લોકવાદ્ય સંગીત -બ વિભાગમાં મોરબીના યુવાન ધ્રુવ રમણીકભાઇ બરાસરાએ પ્રથમ નંબર મેળવીને મોરબી જીલ્લાનું ગૌરવ વધારેલ છે.જે બદલ મોરબી જીલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ સાહિતનાએ અભિનંદન પાઠવેલ છે આગામી દિવસોમાં રાજ્ય કક્ષાના યુવા ઉત્સવ માટે તેઓની પસંદગી થયેલ છે.

- text

- text