સ્ટેટ માસ્ટર ચેમ્પિયનશિપમાં મેઘાણીવાડી શાળાના શિક્ષિકાએ ચક્રફેકમાં રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો

- text


મોરબીઃ નડિયાદ મુકામે યોજાયેલી સ્ટેટ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં મેઘાણીવાડી પ્રાથમિક શાળાના શિક્ષિકા બોડા નીરુલતાબેને ચક્રફેંકમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર મેળવીને મોરબીનું ગૌરવ વધાર્યું છે.

નેશનલ માસ્ટર્સ એથલેટિક્સ એસોસિએશન દિલ્હી પ્રેરિત ગુજરાત માસ્ટર્સ ખેલ કુદ મંડળ આયોજિત સ્ટેટ માસ્ટર એથલેટિક્સ ચેમ્પિયનશિપ 2022-23નું આયોજન નડિયાદ ખાતે કરવામાં આવ્યું હતું. ૮મી સ્ટેટ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં મેઘાણીવાડી પ્રા. શાળાના આ. શિક્ષિકા બોડા નીરુલાતાબેને ચક્રફેકમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને ગોળાફેંકમાં સમગ્ર રાજ્યમાં દ્વિતીય નંબર મેળવી સિલ્વર મેડલ મેળવ્યો છે. આમ બે સ્પર્ધામાં મેડલ મેળવીને નીરુલતાબેને મેઘાણીવાડી પ્રાથમિક શાળાનું તેમજ સમગ્ર મોરબીનું ગૌરવ વધાર્યું છે. જેથી શાળા પરિવાર તેમજ સમગ્ર શિક્ષક સમાજ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે અને તેઓને અભિનંદન પાઠવ્યા છે.

- text

- text