10 ડિસેમ્બરે મોરબીમાં રામાયાણ અને મહાભારત આધારિત વ્યાખ્યાન કાર્યક્રમ યોજાશે

- text


ભારતીય વિચાર મંચ મોરબી દ્વારા વર્તમાન સમયમાં રામાયણ અને મહાભારતના જીવન ઉપયોગી પાઠ અંગે વ્યાખ્યાન 

મોરબી : ભારતીય વિચાર મંચ મોરબી દ્વારા વર્તમાન સમયમાં રામાયણ અને મહાભારતના જીવન ઉપયોગી પાઠ વિષય પર એક જાહેર વ્યાખ્યાનના કાર્યક્રમનું આગામી તા. 10 ડિસેમ્બરના રોજ આયોજન કરવામાં આવ્યું છે.

- text

આગામી તારીખ 10 ડિસેમ્બર ને શનિવારના રોજ મોરબીના શનાળા રોડ પર આવેલા સંસ્કાર ઈમેજીંગ સેન્ટર હોલ ખાતે સાંજે 6 થી 8 દરમિયાન વર્તમાન સમયમાં રામાયણ અને મહાભારતના જીવન ઉપયોગી પાઠ વિષય પર એક જાહેર વ્યાખ્યાનના કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે સુપ્રસિદ્ધ લેખિકા અને વક્તા, IIM અમદાવાદમાં અભ્યાસ કરી વિશ્વની નામાંકિત સંસ્થાઓમાં કાર્ય કરી આ જ વિષય પર બેસ્ટસેલર પુસ્તકો લખનાર તથા સમગ્ર દેશમાં આ વિષય પર અનેક કાર્યક્રમો કરનાર અમીબેન ગણાત્રા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમનો લાભ લેવા મોરબીના પ્રબુદ્ધજનોને તથા યુવાન ભાઈઓ તથા બહેનોને ભારતીય વિચાર મંચ મોરબીના સંયોજક રવીન્દ્રભાઈ ત્રિવેદી તથા સહ સંયોજક ચિરાગભાઈ આદ્રોજાએ અપીલ કરી છે.

- text