કાનાભાઇને જીતનો વિશ્વાસ : વિજય સરઘસમાં હાર, ફટાકડા, ઢોલ-ત્રાસા નહીં વગાડવા અનુરોધ

- text


પુલ દુર્ઘટનાના શોકમાં સદાયથી વિજય સરઘસ કાઢી બાદમાં હવન કરવાની જાહેરાત કરી

મોરબી: મોરબી બેઠકની ચૂંટણીના પરિણામ 8મીએ જાહેર થનાર છે. ત્યારે ભાજપના ઉમેદવાર કાનાભાઈએ પોતાની જીત નિશ્ચિંત હોવાનો વિશ્વાસ વ્યક્ત કરી વિજય સરઘસમાં હાર, ફટાકડા, ઢોલ-ત્રાસા નહીં વગાડવા કાર્યકરો અને સમર્થકોને અનુરોધ કર્યો છે અને પુલ દુર્ઘટનાના શોકમાં સદાયથી વિજય સરઘસ કાઢી બાદમાં હવન કરવાની જાહેરાત કરી છે.

મોરબી બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયાએ એક વીડિયો સંદેશ મારફત જણાવ્યું હતું કે, મોરબી બેઠકનું 8મી ડિસેમ્બરે જાહેર થનાર પરિણામમાં તેમની જીત નિશ્ચિંત હોવાનો વિશ્વાસ વ્યક્ત કરી પુલ દુર્ઘટનાના શોકમાં વિજય સરઘસ નહિ કાઢવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, પુલ દુર્ઘટનાનો આઘાત જીરવી શકાય એમ નથી. હજુ પુલ દુર્ઘટનાના આઘાતમાંથી મોરબી બહાર આવી શક્યું નથી.ત્યારે પ્રચાર દરમિયાન અને ઉમેદવારી ફોર્મ ભરતી વખતે પણ પુલ દુર્ઘટનાના શોકમાં હાર, ફટાકડા, ઢોલ-ત્રાસા વગાડ્યા ન હતા અને એકદમ શાંતિ પૂર્વક મોતનો મલાજો જાળવીને પ્રચાર કર્યો હતો.

- text

હવે ચૂંટણીના પરિણામોમાં પોતાની જીત થાય તો પણ કાનાભાઈએ ઝુલતા પુલ દુર્ઘટનાના પગલે 8મી તારીખે મોરબી જિલ્લામાં વિજય સરઘસમાં હાર, ફટાકડા, ઢોલ-ત્રાસા નહીં વગાડવા કાર્યકરોને વિડીયો મેસેજ દ્વારા અનુરોધ કર્યો છે. 8મીએ મહેન્દ્રનગરથી એકદમ સદાયથી રેલી કાઢવાનું જણાવ્યું છે અને બાદમાં 9 ડિસેમ્બરે પુલ દુર્ઘટનાના મૃતકોના આત્માની શાંતિ માટે હવન કરવાની જાહેરાત કરી હતી.

- text