કાન, નાક, ગળાની બીમારીની અત્યાધુનિક સારવાર શિવમ હોસ્પિટલમાં ઘરઆંગણે મળશે

 

ઇએનટી સર્જન તથા એન્ડોસ્કોપી અને માઇક્રોસર્જરી સ્પેશિયાલિસ્ટ ડો. પ્રેયસ પંડ્યા આપશે સેવા : ખાસ લેસર તથા દૂરબીનથી આધુનિક રીતે સરળતાથી તમામ ઓપરેશનો થશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને કાન, નાક, ગળાની બીમારીની સારવાર માટે હવે દૂર જવાની જરૂર નથી. કારણકે મોરબીમાં ઘરઆંગણે જ શિવમ હોસ્પિટલમાં અત્યાધુનિક સારવાર ખૂબ સરળતાથી મળશે. અહીં વર્ષોના અનુભવી ઇએનટી સર્જન તથા એન્ડોસ્કોપી અને માઇક્રોસર્જરી સ્પેશિયાલિસ્ટ ડો. પ્રેયસ પંડ્યા સેવાનો લાભ મળશે.

મોરબીમાં રામ ચોક પાસે 12- સાવસર પ્લોટ મેઈન રોડ ઉપર ભગવતી ચેમ્બરમાં પહેલા માળે શિવમ કાન, નાક, ગળાની હોસ્પિટલ તથા ચકકર નિદાન કેન્દ્ર, માઈક્રોસર્જરી, એન્ડોસ્કોપી તથા લેસર સર્જરી કેન્દ્ર કાર્યરત છે. જ્યાં ડો.પ્રેયસ પંડ્યા M.S. ( ENT.) DLO અત્યાધુનિક મશીનરી વડે દર્દીઓનું નિદાન તથા સારવાર કરે છે.

અહીં કાર્બન ડાયોકસાઇડ લેસર વડે, કાન, નાક, ગળાના તેમજ મોઢામાં પડતા ચાંદાની સારવાર, મેડટ્રોનિક માઇક્રોડિબ્રાઇડર વડે નાકના મસાની લોહી નીકળ્યા વગરના ઓપરેશની સુવિધા, દુરબીન વડે કાનના પડદાના કાણા તથા કાનની ચોંટી ગયેલી હાડકી અને કાનની હાડકી ના સડાની સારવાર, કાર્લ સ્ટોરઝ કેમેરા તથા એન્ડોસ્કોપી વડે નાકની વધતી હાડકી, એલર્જી તથા નાકના મસાના ઓપરેશની સુવિધા, કોબ્લેટર મશીન દ્વારા ગળાના કાકડા નાકની પાછળના મસાની લોહીનું એક ટીપુ પણ પાડયા વગર ઓપરેશની સુવિધા, મોરબીમાં સૌપ્રથમ સ્ટેલરગો એલર્જી ટેસ્ટ દ્વારા એલર્જી ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ છે.

આ ઉપરાંત અહીં આધુનીક વીએનજી સોફ્ટવેર દ્વારા ચકકરનું સચોટ નિદાન અને સારવાર, સ્લીપ સ્ટડી મશીન દ્વારા નસ્કોરાનું નિદાન તથા સારવાર, બહેરાશનું નિદાન તથા સાંભળવાના મશીનની સુવિધા, થાઇરોઇડ, લાળગ્રંથી તથા ગળાની ગાંઠના ઓપરેશનની સુવિધા, નાક-મો તથા ઝડબાના હડકાના ફ્રેકચરના ઓપરેશનની સુવિધા, મો- જીભ- ગળાના કેન્સર નિદાન તથા સારવાર, અન્નનળી તથા શ્વાસનીળીમાં ફસાયેલા સિકકો- પીન કાઢવાની સુવિધા ઉપલબ્ધ છે.

વધુ વિગત માટે
મો.નં. 9825354910
ફોન નં. 229027