તામિલનાડુમાં હત્યા કરીને નાસી છુટેલો શખ્સ મોરબીથી ઝડપાયો

- text


 

મોરબી : મોરબી એસઓજીએ તામિલનાડુમાં હત્યાને અંજામ આપીને ફરાર થઇ ગયેલા શખ્સને મોરબીથી ઝડપી પાડ્યો છે. હાલ અંગે તામિલનાડુ પોલીસને જાણ કરી આરોપીનો કબ્જો સોંપવાની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર તામિલનાડુમાં હત્યા કરીને નાસી છૂટેલા આરોપી આરોપી પ્રમોદકુમાર સાઓ નરેન્દ્રર્જુના રહે. સોમનાથપુર રેમના, ઓરીસ્સાવાળાને મોરબી એસઓજીએ સોલો સિરામિક પાસેથી બાતમીના આધારે પકડી પાડ્યો છે. આ આરોપી ઉપર તામિલનાડુ રાજ્યના મઠીગીરી પોલીસ સ્ટેશન ગુ.ર નં-૨૩૦/૨૦૨૨ આઇ.પી.સી.કલમ-૩૦૨ હેઠળ ગુનો દાખલ છે.

આ કામગીરીમાં એસઓજી ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડ્યા, પો.સબ ઇન્સ. એમ.એસ.અંસારી, એ.એસ.આઇ રણજીતભાઇ બાવડા, પોલીસ હેડ કોન્સ, સીકકુમાર કડીવાર, સબળસિંહ સોલંકી, મહાવિરસિંહ પરમાર, જવાનસિંહ રાણા, શેખાભાઇ મોરી, પોલીસ કોન્સ્ટેબલ પૈકી આશીફભાઇ રાઉમા, ભાવેશભાઇ મીયાત્રા, કમલેશભાઇ ખાંભલીયા, અંકુરભાઇ ચાચુ, અશ્વિનભાઇ વીરાભાઇ લૌખિલ જોડાયેલ હતા.

- text

- text