ટંકારાઃ તાલુકા કક્ષાની વાર્તા કથન સ્પર્ધામાં સજનપર શાળાના વિદ્યાર્થીએ મેળવ્યો પ્રથમ ક્રમાંક

- text


ટંકારાઃ ગઈકાલે તારીખ 22 નવેમ્બરના રોજ ટંકારા તાલુકામાં નિપુણ ભારત અંતર્ગત તાલુકા કક્ષાની વાર્તા કથન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સજનપર પ્રાથમિક શાળાના ધોરણ-2ના વિભાગ-1ના વિદ્યાર્થી પડસુંબિયા રચિત વિજયભાઈએ સમગ્ર તાલુકામાં પ્રથમ નંબર મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. રચિત પડસુંબિયાની આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારા અને સમગ્ર શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે. અને જિલ્લા કક્ષાએ પણ પ્રથમ નંબર મેળવે તેવી શુભેચ્છા આપી છે.

- text

- text