વાંકાનેરની ઘીયાવડ જુના કણકોટ શાળામાં જોય ઓફ ગિવિંગ કાર્યક્રમ યોજાયો

- text


વાંકાનેર : તાલુકાની ઘીયાવડ પ્રાથમિક શાળા સી.આર.સી.- જુના કણકોટ ખાતે જોય ઓફ ગિવિંગ કાર્યક્રમનું આયોજન કેન્દ્રીય વિદ્યાલય- રાજકોટના સંકલનથી કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો હેતુ એ હતો કે, આપણે ન જોઈતી વસ્તુઓ બીજાને આપીને આંતરિક આનંદ મેળવવો અને અન્યને મદદરૂપ થવું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય વિદ્યાલય-રાજકોટના બાળકો દ્વારા ઘીયાવડ પ્રાથમિક શાળાના બાળકોને સ્ટેશનરી, લન્ચબોક્સ, વોટરબેગ અને કપડાં તથા બીજી જરૂરી ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી.

શાળાના આચાર્ય વિરેન્દ્રસિંહના જણાવ્યા પ્રમાણે, કેન્દ્રીય વિદ્યાલય-રાજકોટના પ્રિન્સીપાલ જી.આર.મીના, H.M. મીરા પરમાર, શિક્ષક પ્રણવ જાની તથા અન્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સમગ્ર કાર્યક્રમનું સંકલન અને આયોજન કર્યું હતું. ઘીયાવડ પ્રાથમિક શાળામાંથી શિક્ષક નમ્રતાબા પરમાર અને કવિતાબેન રાઠોડે વિતરણ વ્યવસ્થામાં જહેમત ઉઠાવી હતી.

- text

- text