માળીયાના ગામડામાં ઝંઝાવતી પ્રચાર કરી જન સમર્થન મેળવતા જયંતિભાઈ પટેલ

- text


પરિવર્તન યાત્રા હેઠળ જયંતિભાઈ પટેલે આજ સવારથી જ મોરબી શહેરમાં લોક સંપર્ક યાત્રા શરૂ કરી

મોરબી : મોરબી માળીયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલ માળીયાના ગામડામાં ઝંઝાવતી પ્રચારનો પ્રારંભ કર્યો હતો અને પરિવર્તન યાત્રા હેઠળ જયંતિભાઈ પટેલ ગામે ગામ જઈને જન સમર્થન મેળવ્યું હતું. જ્યારે પરિવર્તન યાત્રા હેઠળ જયંતિભાઈ પટેલે તેમના સમર્થકો સાથે આજે ગુરુવારે સવારથી જ મોરબી શહેરમાં લોક સંપર્ક યાત્રા શરૂ કરી છે.

મોરબી માળીયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલ દ્વારા માળીયાના ગામડામાં ઝંઝાવતી પ્રચાર કરવામાં આવ્યો હતો. જેમાં પરિવર્તન યાત્રા હેઠળ માળીયા તાલુકાના જસાપર, નાના અને મોટા દહીંસરા, કૃષ્ણનગર, ખીરસરા, કૂંતાસી, બોડકી ન્યુ નવલખી, જુમાવાડી, વર્ષામેડી, વિવેકાનંદનગર, લક્ષ્મીવાસ, વવાણિયા, બગસરા, ભાવપર, મોટા અને નાનાભેલા, ચમનપર, તરઘરી, ચાચાવદરડા, નિરુનગર સહિતના ગામોમાં માનગવારે આખો દિવસ જયંતીભાઈ પટેલે પ્રચાર કરીને હું બનીશ પરિવર્તનનો ભાગીદાર અને જનસેવા એજ રાષ્ટ્સેવાનો મારો સંકલ્પ હેઠળ પ્રચંડ જનમત કેળવ્યો હતો.

જયંતીભાઈ પટેલની સાથે પ્રચાર કાર્યમાં માળીયા તાલુકાના કોંગ્રેસના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ વિડજા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, કોંગ્રેસ અગ્રણી કે.ડી.બાવરવા, ખાખરેચી જિલ્લા પંચાયતના સદસ્ય મહેશભાઈ પારેજીયા, રમેશભાઈ કાસુન્દ્રા, રાજુભાઇ આહીર, વિજયભાઈ મૈયડ, મહાદેવભાઈ સરડવા, ભાવેશભાઈ સાવરિયા સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.જ્યારે આજે ગુરુવારે જયંતીભાઈ પટેલ મોરબી શહેરમાં લોક સંપર્ક યાત્રા શરૂ કરી છે. જેમાં સવારથી સરદારબાગ, મોરબીના શાક માર્કેટ ચોક, કેનાલ રોડ ઉપર, કોહિનૂર કોમલેક્સ, મધુરમ સોસાયટી, શારદા સોસાયટી, અંજની સોસાયટી, વિધૃત પાર્ક, નવજીવન સોસાયટી, પટેલ નગર ખોડિયાર નગર સહિતની સોસાયટીમાં ફરીને જનમત કેળવશે.

- text

- text