હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર દરમિયાન પ્રકાશ વરોમારાને મળતું પ્રચંડ જન સમર્થન

- text


હાલ ભાજપના ઉમેદવાર પ્રકાશ વરોમારાને હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોમાંથી મળતો સારો પ્રતિસાદ

મોરબી : હળવદ બેઠકના ભાજપના ઉમેદવાર અને અગ્રણી ઉધોગપતિ પ્રકાશભાઈ વરમોરા આજે હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે વરમોરા પરિવાર દ્વારા થયેલા સેવાકાર્યોની હળવદના ગ્રામ્ય વિસ્તારોમાંના લોકોએ નોંધ લેતા આ ચૂંટણીમાં તેમને પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે અને ભાજપના ઉમેદવાર પ્રકાશ વરોમારાને હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

હળવદ બેઠકના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા તેમના સમર્થકો સાથે આજે હળવદના ગ્રામ્ય વિસ્તારોનો પ્રવાસ કરીને જબજસ્ત પ્રચાર કરી રહ્યા છે. જેમાં તેઓ આજે સવારથી આખો દિવસ દરમિયાન તેમના સમર્થકો સાથે હળવદના ગ્રામ્ય વિસ્તાર કવાડિયા, ચંદ્રગઢ, બુટવડા, જુના અને નવા વેગડવાવ, જુના અને નવા ઇસનપુર, જુના અને નવા માલણીયાદ, મંગલપુર, ઘણાદ સહિતના ગામોના પ્રવાસે છે અને આ ગામે ગામ ફરીને તેઓ જનમત કેળવી રહ્યા છે.

પ્રકાશભાઈ વરમોરાના હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી પ્રવાસ દરમિયાન લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગામે ગામ તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવે છે અને મોરબીનું વરમોરા ગ્રુપ તેમજ સમગ્ર વરમોરા પરિવાર દ્વારા થઈ રહેલા સેવાકાર્યો અને આપતિ સમયે લોકોની સેવા માટે પડખે ઉભા રહેવાની ભાવનાને લઈને લોકો તરફથી તેમને સારું એવું સમર્થન મળી રહ્યું છે. ગામે ગામ તેમને ઉમેદવાર તરીકે વધાવી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત તેઓ ચૂંટણી પ્રવાસ દરમિયાન વિવિધ સમાજ સાથે મીટીંગ પણ કરશે. જેમાં આજે સાંજે 7 વાગ્યે પૂ.કનિરામ બાપુના અધ્યક્ષસ્થાને તેમની ગૌશાળામાં રબારી સમાજ સાથે મીટીંગ તેમજ રાત્રે 9 વાગ્યે હળવદ રબારી સમાજની સંસ્થા ખાતે હળવદના તમામ રબારી સમાજ સાથે મીટીંગ કરીને જનમત કેળવવાનો પ્રયાસ કરશે.

- text

 

- text