જામનગર-વડોદરા ઇન્ટરસિટી 27 નવેમ્બર સુધી રદ્દ 

- text


મોરબી: પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ રેલ સેક્શન વચ્ચે સાણંદ અને ગોરા ઘુમા સ્ટેશનો (DFCCIL) વચ્ચે કનેક્ટિવિટી પૂરી પાડવા માટે કરવામાં આવી રહેલા કામને કારણે જામનગર-વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનો તાત્કાલિક અસરથી 27મી નવેમ્બર, 2022 સુધી રદ્દ કરવામાં આવી છે.

- text

રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 23 થી 27 નવેમ્બર, 2022 સુધી રદ્દ રહેશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 22 થી 26 નવેમ્બર, 2022 સુધી રદ્દ રહેશે. ટ્રેનોના સ્ટોપેજ અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરોએ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા રેલવે તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

1278345107

- text