“આપ” બાદ કોંગ્રેસના સ્થાનિક નેતાઓ પણ ધ્રાંગધ્રા- હળવદ ભાજપના ઉમેદવાર વરમોરાના સમર્થનમાં આવ્યા

- text


હળવદમાં બુધવારે જંગી જાહેરસભામાં યુ.પી.ના સી.એમ યોગી અદિત્યનાથ પ્રકાશભાઈ વરમોરા માટે પ્રચાર કરશે

કાલે હળવદના 13 ગામોના ઝાંઝવાતી પ્રવાસ બાદ રાત્રે રબારી સમાજની મિટિંગમાં વરમોરાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરશે કનીરામબાપુ 

હળવદ : ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમધાંગધ્રા-હળવદ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનું પ્રચાર અભિયાન વેગ પકડતું જાય છે. ધાંગધ્રા-હળવદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાના પ્રવાસ દરમિયાન નારી ચાણાના પીઢ કોંગ્રેસી આગેવાન અને માજી જીલ્લા પંચાયતના સભ્ય સુખદેવભાઈ પટેલ, માજી સરપંચ હસુભાઈ, ચતુરભાઈ અને રાવળીયાવદર ગામના માજી સરપંચ મોતીભાઈ કાળુભાઈ ઠાકોર, જયંતીભાઈ ઠાકોર, નાગજીભાઈ અને તેમના તમામ ટેકેદારો સાથે ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. પ્રકાશભાઈ વરમોરાનો હાથ મજબૂત કરવાનો નિર્ધાર વ્યક્ત કરી તમામ આગેવાનોએ વરમોરાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી તેમની સાથે જ ભાજપમાં જોડાયેલા કોંગી કાર્યકર્તાઓને વરમોરાના પ્રચારમાં લાગી જવાની હાકલ કરી હતી.

આ ઉપરાંત પ્રકાશભાઈ વરમોરાના સમર્થનમાં હિન્દુ હૃદય સમ્રાટ, પ્રખર રાષ્ટ્રવાદી અને બુલડોઝર બાબાના હુલામણા નામે ખ્યાતિપ્રાપ્ત ઉત્તર પ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હળવદ આવી રહ્યાં છે ત્યારે યોગીની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત થનારી જાહેર સભામાં ઉપસ્થિત રહીને એક ભારત, શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં સહભાગી બનવા વરમોરાએ લોકોને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. યોગી આદિત્યનાથની ઉપસ્થિતિએ હર હંમેશ લોકોમાં અખૂટ ઊર્જાનું સંચય કર્યું છે. ધાંગધ્રા હળવદની જનતાને યોગીની ઉપસ્થિતિને આવકારવા અને ભારતીય જનતા પાર્ટીને ફરી એક વખત જંગી બહુમતીથી વિજયી બનાવવા લોકોમાં ભારે ઉત્સાહ વર્તાઈ રહ્યો છે.

- text

મંગળવારને 22 નવેમ્બરે પ્રકાશભાઈ હળવદના દેવીપુર ખાતેથી સવારે 9 કલાકે તેમનો પ્રવાસ પ્રારંભ કરશે. ત્યારબાદ તેઓ કવાડિયા, ચંદ્રગઢ, બુટવડા, જુના વેગડવાવ, નવા વેગડવાવ, જુના ઇસનપુર, નવા ઇસનપુર, નવા માલણીયાદ, જુના માલણીયાદ, મંગલપુર, ધણાદ અને રણમલપુર ગામોનો ચૂંટણી પ્રવાસ ખેડશે. ત્યારબાદ રાત્રે 7:30 કલાકે પ.પૂ. કનીરામ બાપુના અધ્યક્ષ સ્થાને તેમની ગૌશાળામાં વ્રજપરના પાટીએ રબારી સમાજની મિટિંગને સંબોધશે. તથા હળવદ રબારી સમાજની સંસ્થામાં રાત્રે 9 કલાકે રબારી સમાજના અગ્રણીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકમાં સમાજનું સમર્થન મેળવી પોતાની જીતનો દાવો મજબૂત કરશે.

- text