હળવદના જુના દેવળીયા ગામે વિદેશી દારૂના પાઉચ ઝડપી લેતી એલસીબી પોલીસ

- text


મોરબી : મોરબી એલસીબી પોલીસ ટીમે બાતમીને આધારે હળવદના જુના દેવળીયા ગામે રહેણાંક મકાનમાં દરોડો પાડી રોયલ ક્લાસિક વ્હિસ્કીના 180 એમએલના 17 પાઉચ કિંમત રૂપિયા 1700 અને 2 હજારના મોબાઈલ ફોન સાથે આરોપી જયદીપ ઉર્ફે દિપક કૌશિકભાઈ જોશી, રહે.જુના દેવળીયા વાળાને ઝડપી લીધો હતો. વિદેશી દારૂનો આ જથ્થો જયદીપ ઉર્ફે દીપકે આરોપી ઇમરાન કરીમભાઈ સંધવાણી પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધાવ્યો હતો.

- text

- text